'જેલર' એક્ટર જી મારીમુથુનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન, 58 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ જેલરના એક્ટર્સના નિધનની ખબર કંફર્મ કરી
બ્લોકબસ્ટર ફિલ્મ જેલરના એક્ટર જી મારીમુથુનું કાર્ડિયાક અરેસ્ટથી આજે 58 વર્ષની વયે નિધન
Image Twitter |
તા. 8 સપ્ટેમ્બર 2023, શુક્રવાર
બ્લોકબસ્ટર ફિલ્મ જેલરના એક્ટર જી મારીમુથુનું કાર્ડિયાક અરેસ્ટથી આજે 58 વર્ષની વયે નિધન થયું છે. જી મારીમુથુને હાર્ટ એટેક આવતા આજે સવારે 8 કલાકે એથિરનીચલ નામના પોતાના એક ટેલીવિઝન શો માટે ડબિંગ કરતા હતા તે દરમ્યાન અચાનક બેભાન થઈ ગયા હતા. તેથી તેમને તાત્કાલિક નજીકની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તામિલ એક્ટર્સ તેમજ ડાયરેક્ટરને હાલમાં જ રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ જેલરમાં જોવા મળ્યા હતા. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ શુક્રવારના રોજ એક્સ પર એક્ટરના સમાચારની પુષ્ટી કરી છે.
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ જેલરના એક્ટર્સના નિધનની ખબર કંફર્મ કરી
રમેશ બાલાએ ટ્વિટ કર્યું કે, શોકિંગ પોપુલર તમિલ એક્ટર્સ મારીમુથુના આજે સવારે કાર્ડિયક અરેસ્ટના કારણે નિધન થયુ છે. હાલમાં જ તેમણે પોતાની ટીવી સીરિયલ ડાયલોગ્સ ઘણા ફેન્લ ફોલોઈંગ હાસલ કરી છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. એક ટ્વિટમાં તેમને કહ્યું કે તે 57 વર્ષના છે.
Condolences! Your work has been impeccable and irreplaceable. Rest in peace #Marimuthu pic.twitter.com/cdT2LgThwY
— Sun Pictures (@sunpictures) September 8, 2023
જી મારીમુથુના નિધનથી શોકમાં છે તમિલ ઈન્ડસ્ટ્રી
જી મારીમુથુના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ચેન્નઈમાં આવેલા તેમના ઘરે લાવવામાં આવ્યો છે. અંતિમ સંસ્કાર તેમના ગૃહનગર થેનીમાં પરિવારના સભ્યોની હાજરીમાં થશે. તો તેમના આકસ્મિક નિધનથી તમિલ ઈન્ડસ્ટ્રી શોકમાં આવી ગઈ છે અને કેટલાય સેલેબ્સ અને ફેન્સ દિવંગત એક્ટરના મોત પર દુખ વ્યક્ત કર્યુ હતું.