ફેમિલી મેન થ્રીમાં જયદીપ અહલાવતની પણ એન્ટ્રી
- મનોજ વાજપેયી સાથે સ્ક્રીન શેર કરશે
- જયદીપની ભૂમિકા વિશે કોઈ ફોડ પડાયો નથીઃ નાગાલેન્ડમાં શૂટિંગમાં સામેલ થયો
મુંબઇ : મનોજ વાજપેયીની વેબ સીરિઝ 'ફેમિલી મેન થ્રી'માં હવે જયદીપ અહલાવતની પણ એન્ટ્રી થઈ છે. આ સીરિઝનું શૂટિંગ હાલ નાગાલેન્ડમાં ચાલી રહ્યું છે અને જયદીપ અહલાવત પણ ત્યાં પહોંચ્યો છે.
જોકે, આ વેબ શોમાં જયદીપ ચોક્કસ કઈ ભૂમિકા ભજવી રહ્યો છે તેની વિગતો જાહેર કરાઈ નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર નાગાલેન્ડમાં પહેલી ઓક્ટોબર સુધી શૂટિંગ થવાનુ છે. આ શૂટિંગમાં ૪૦૦ વ્યક્તિઓ જોડાયા છે અને લગભગ ૮૦ વાહનો ભાડા પર લીધા છે. નિર્માતાઓએ નાગાલેન્ડના સ્થાનીય અભિનેતાઓ આસામ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના લોકોને પણ કાસ્ટ કર્યા છે.
આ શોના અગાઉ બે ભાગ આવી ચૂક્યા છે. બંનેમાં મનોજ વાજપેયીની મુખ્ય ભૂમિકા હતી.