પટીયાલા કોર્ટ પહોંચી જેકલીન- માતાની ખબર કાઢવા વિદેશ નહીં જઇ શકે
મની લોડ્રિંગ મામલે ચાલે છે જેકલીન પર કેસ
IMAGE:Twitter |
મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા મની લોડ્રિંગનાં મામલા પછી ફરી એક વાર જેકલીનને પૂછતાછ માટે પટીયાલા કોર્ટ બોલાવવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર જેકલીન ફર્નાન્ડિઝ પોતાની બીમાર માતાને મળવા માટે બહરીન જવા માંગતી હતી અને તેના માટે તેણે કોર્ટમાં યાચીકા દાખલ કરી હતી. ત્યારબાદ કોઇ વિશેષ આપત્તીના કારણે તેણે જાતે જ આ યાચીકા પાછી ખેંચી હતી.
200 કરોડનાં મની લોડ્રિંગ ઠગ મામલામાં જેકલીનને ભારતની બહાર અનુમતી વગર નહીં જવાનું સૂચન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જેકલીને 23 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી દેશની બહાર જવાની અનુમતી જોઇતી હતી જે પછીથી તેણે રદ કરી હતી.