જેકલીનના એક્સ બોયફ્રેન્ડે મોકલી આ એક્ટ્રેસને લીગલ નોટિસ, છબી બગાડવાનો છે આરોપ
જેલમાં કેદ ઠગ સુકેશ ચંદ્રશેખરે મોકલી 100 કરોડની લીગલ નોટિસ
સુકેશે આપ્યો એક્ટ્રેસને માફી માંગવા માટે સાત દિવસનો સમય
Image : Twitter |
અમદાવાદ, 11 ફેબ્રુઆરી 2023, શનિવાર
રૂપિયા 200 કરોડના મની લોન્ડરિંગના મામલે ફસાયેલ ટીવી એક્ટ્રેસ ચાહત ખન્નાની મુશ્કિલો વધી ગઈ છે. જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે તેને 100 કરોડની લીગલ નોટિસ મોકલી છે. સુકેશે ચાહત પર આરોપ લગાવ્યો છે કે ચાહત તેની છબી ખરાબ કરી રહી છે. ચાહતે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે સુકેશે તેને તિહાડ જેલમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતો. સુકેશે આ બાબતે એક્ટ્રેસને લીગલ નોટિસ મોકલી છે.
પ્રતિષ્ઠા અને છબી બગાડવાનો આરોપ
સુકેશના વકીલનું કહેવું છે કે ચાહતે લગાવેલ આરોપના કારણે સુકેશની પ્રતિષ્ઠા અને છબીને અસર થતા તેને માનસિક વેદના પહોંચી છે. જે બાબતમાં સુકેશને આરોપી બનાવવામાં આવ્યો છે તે હજુ સાબિત નથી થયુ. કોર્ટમાં કેસ ચાલે છે. આ દરમિયાન કોઈ પણ આરોપી દોષિત સાબિત થઈ શકે નહીં અને કોઈ વ્યક્તિ તે આરોપી વિરુદ્ધ ટિપ્પણી પણ કરી શકે નહીં. ચાહત ખન્ના ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવવા અને લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આ બધું કરી રહી છે.
એકટ્રેસે ઈન્ટરવ્યું દરમિયાન કર્યો ખુલાસો
ચાહત ખન્નાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન સુકેશને લઈ મોટો ખુલાસો કર્યો હતો. ચાહતે જણાવ્યું હતું કે એક ઇવેન્ટના નામે તેને મુંબઈથી દિલ્લી બોલાવવામાં આવી હતી. દિલ્લી પહોંચતા તેની મુલાકાત તિહાડ જેલમાં સુકેશ સાથે થઈ હતી. જેલમાં સુકેશે તેને પ્રપોઝ કર્યું અને કહ્યું કે તે તેના બાળકોનો પિતા બનવા માંગે છે. જયારે ચાહતે કહ્યું કે તેના લગ્ન થઈ ચુક્યા છે તો સુકેશે તેના પતિ વિષે જેમતેમ કહ્યું હતું. એક્ટ્રેસના આ દાવા પર સુકેશે તેને લીગલ નોટિસ પાઠવી સાત દિવસનો સમય આપ્યો છે. આ સાત દિવસમાં એક્ટ્રેસને સુકેશની માફી માંગવી પડશે. જો ચાહતે આવું નહિ કરે તો તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.