હાઉસફૂલ ફાઈવમાં અક્ષયની હિરોઈન જેક્લિન હશે

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
હાઉસફૂલ ફાઈવમાં અક્ષયની હિરોઈન જેક્લિન હશે 1 - image


મુંબઇ : 'હાઉસફૂલ ફાઈવ'માં અક્ષય કુમારની હિરોઈન તરીકે જેક્લિન ફર્નાન્ડિઝ નક્કી થઈ ગઈ છે. આ ફ્રેન્ચાઈઝીની પહેલા ત્રણેય ભાગમાં તેણે કામ કર્યું હતું. એ રીતે તેનું આ  ફ્રેન્ચાઈઝીમાં પુનરાગમન થયું છે. 

ફિલ્મના અન્ય કલાકારોમાં રિેતેશ દેશમુખ, ફરદિન  ખાન તથા સંજય દત્ત સામેલ છે. વધુ ત્રણ હિરોઈનો આ પ્રોજેક્ટમાં જોડાઈ શકે છે. 

આ વખતે આ ફિલ્મ માટે ૩૦૦ કરોડનું બજેટ ફાળવાયું છે.  ફિલ્મની સમગ્ર વાર્તા એક ક્રૂઝ પર આકાર લેવાની છે. તેના કારણે બજેટ વધી ગયું હોવાનું કહેવાય છે. 

 ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરુ થઈ શકે છે. હાલના પ્લાનિંગ  પ્રમાણે ફિલ્મ આવતાં વર્ષે જૂનમાં રીલિઝ થવાની છે. 


Google NewsGoogle News