Get The App

ઈલોન મસ્કના માતા સાથે જેક્લીન ફર્નાન્ડીસે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં માથું ટેકવ્યું

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
ઈલોન મસ્કના માતા સાથે જેક્લીન ફર્નાન્ડીસે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં માથું ટેકવ્યું 1 - image


Jacqueline Fernandez- Elon Musk Mother Maye Musk: બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીસે ઈસ્ટરના અવસર પર મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં માથું ટેકવ્યું. ખાસ વાત એ છે કે, આ દરમિયાન જેક્લીનની સાથે સુપરમોડેલ, ડાયેટિશિયન, લેખક અને ટેસ્લા એન્ડ સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કની માતા મેય મસ્ક પણ બપ્પાના આશીર્વાદ લેવા માટે મંદિરમાં પહોંચ્યા હતા. મેય મસ્ક હાલમાં પોતાનું પુસ્તક 'અ વુમન મેક્સ અ પ્લાન' ના હિન્દી વિમોચન માટે ભારતમાં છે.

મેય મસ્ક સાથે જેક્લીને સિદ્ધિવિનાયક મંદિરમાં કર્યા દર્શન

સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પહોંચેલી જેક્લીન ફર્નાન્ડીસ આ દરમિયાન ગોલ્ડન એથનિક સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાના માથા પર દુપટ્ટો પણ ઓઢ્યો હતો. બીજી તરફ ઈલોન મસ્કના માતા મેય પણ યલો કલરના આઉટફીટમાં નજર આવ્યા. હવે મંદિરમાં પૂજા-અર્ચના કરતા અને મંદિરના પૂજારી પાસેથી આશીર્વાદ લેતા બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. 

મંદિરમાં દર્શન કરવા અંગે જેક્લીને કહ્યું કે, 'મારી પ્રિય મિત્ર મેય સાથે મંદિરમાં આશીર્વાદ લેવાનો અનુભવ ખૂબ જ સુંદર રહ્યો, જે પોતાના પુસ્તકના વિમોચન માટે ભારતમાં છે. મેયનું પુસ્તક એક મહિલાની ફ્લેક્સીબિલિટીનું પ્રતીક છે. તેમણે મને ઘણું શીખવ્યું છે, ખાસ કરીને એ કે ઉંમર માત્ર એક નંબર છે અને તેનાથી તમારા સપના અને લક્ષ્યોને ડિફાઈન ન કરવા જોઈએ.'

આ પણ વાંચો: પોપ ફ્રાંસિસનું 88 વર્ષની વયે નિધન, વેટિકન સિટીમાં લીધા અંતિમ શ્વાસ

તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં જેક્લીનની માતાનું નિધન થઈ ગયુ હતું. માતાના મૃત્યુ બાદ એક્ટ્રેસ પહેલી વખત પબ્લિકલી સ્પોટ થઈ છે. 

મેય મસ્કે પોતાનો જન્મદિવસ ભારતમાં ઉજવ્યો

પોતાના ભારત પ્રવાસ દરમિયાન ઈલોન મસ્કના માતા મેય મસ્કે પોતાના નજીકના મિત્રો અને મહેમાનો સાથે પોતાનો 77મો જન્મદિવસ મુંબઈમાં ઉજવ્યો. તેમની આ જર્ની તેમના પુસ્તકના હિન્દી વર્ઝનના પ્રમોશન સાથે મેળ ખાય છે, જેમાં તેમની કારકિર્દીમાં આવેલા ફેરફારો, વ્યક્તિગત કસોટીઓ અને રિઈનવેન્શનના પાવર અંગે વિગતવાર જણાવવામાં આવ્યું છે. 

જેક્લીનના અપકમિંગ પ્રોજેક્ટ્સ

જેક્લીન છેલ્લે માર્ચમાં રિલીઝ થયેલી સોનુ સૂદ સ્ટારર એક્શન ફિલ્મ 'ફતેહ'માં જોવા મળી હતી. હવે એક્ટ્રેસ અજય દેવગણ સ્ટારર ફિલ્મ 'રેડ 2' માં એક સ્પેશિયલ ડાન્સ નંબરમાં જોવા મળશે. આ ઉપરાંત જેક્લીનની 'વેલકમ ટુ ધ જંગલ' અને 'હાઉસફુલ 5' પણ 2025 માં રિલીઝ થવાની છે.

Tags :