200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝે ખખડાવ્યો દિલ્હી હાઈકોર્ટનો દરવાજો

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝે ખખડાવ્યો દિલ્હી હાઈકોર્ટનો દરવાજો 1 - image


નવી મુંબઇ,તા. 19 ડિસેમ્બર 2023, મંગળવાર 

જેકલીન ફર્નાન્ડિસ બોલિવૂડની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી છે. જેકલીને 'મર્ડર 2' અને 'કિક' સહિત અનેક બોલિવૂડ ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી ખાસ ઓળખ બનાવી હતી. જોકે, આ એકટ્રેસ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં તેનું નામ જોડાયા બાદ વધુ ચર્ચામાં રહે છે. આ કેસમાં તેને ઘણી વખત કોર્ટમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ કેસમાં તેમની સામે એફઆઈઆર અને સપ્લીમેંટ્રી ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. હવે અભિનેત્રીએ તેની સામે દાખલ ચાર્જશીટ અને એફઆઈઆર રદ કરવા માટે કોર્ટનો સંપર્ક કર્યો છે.

એક અહેવાલ પ્રમાણે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસે સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR અને ચાર્જશીટને રદ્દ કરવા માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

શું કહ્યું અરજીમાં?

રિપોર્ટ અનુસાર, અભિનેત્રીએ તેની અરજીમાં કહ્યું છે કે, ED દ્વારા પૂરા પાડવામાં આવેલા એવિડેંસ પ્રુફના રુપમાં કામ કરશે કે. અરીજકરનાર નિર્દોશ છે અને તે સુકેશની ટારગેટ બની છે. જેક્લિને દાવો કર્યો હતો કે, તેની મની લોન્ડરિંગ કેસમાં કોઈ સંડોવણી નથી, અભિનેત્રીએ એમ પણ કહ્યું છે કે સુકેશ ચંદ્રશેખરે તેની સાથે છેતરપિંડી કરી છે. 

EDએ જેકલીન વિરુદ્ધ 17 ઓગસ્ટ, 2022ના રોજ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટ મુજબ જેકલીને આ કેસના મુખ્ય આરોપી સુકેશ પાસેથી મોંઘી ગિફ્ટ લીધી હતી. આ ગિફ્ટની કિંમત 71 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. જે બાદ EDએ અભિનેત્રીની 7 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી હતી.



Google NewsGoogle News