જેકી ભગનાનીની પ્રોડક્શન કંપનીમાં અનેક ક્રૂ મેમ્બર્સનાં પેમેન્ટ બાકી

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
જેકી ભગનાનીની પ્રોડક્શન કંપનીમાં અનેક ક્રૂ મેમ્બર્સનાં પેમેન્ટ બાકી 1 - image


- અનેક લોકોની સોશિયલ મીડિયા પર ફરિયાદ

- કામ પૂરું થયાના 60 દિવસ પછી પેમેન્ટનો વાયદો પરંતુ તેનો પણ અમલ ન થયો

મુંબઇ : જેકી ભગનાનીની ફિલ્મ પ્રોડક્શન કંપની પૂજા એન્ટરટેઈનમેન્ટ દ્વારા કેટલાક ક્રૂ મેમ્બર્સને સમયસર પેમેન્ટ નહિ મળ્યું હોવાની ફરિયાદ કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. 

 એક યુવતીએ પોતાની વ્યથા ઠાલવતાં  કહ્યું હતું કે  કામ  પૂરું થયાના ૪૦-૬૦ દિવસની અંદર નાણાં ચુકવી દેવામાં આવશે તેવી ધરપત આપ્યા પછી પણ લાંબા સમય સુધી અમને મહેનતાણું  ચુકવવામાં આવ્યું નથી.  આ કંપનીનો અભિગમ બિલકૂલ અન પ્રોફેશનલ છે. અન્ય લોકો પણ આ કંપની સાથે કામ કરતાં પહેલાં અગમચેતી રાખે તેમ તેણે જણાવ્યું હતું.  આ પોસ્ટ શેર કર્યા પછી વધુ એક યુઝરેપ્રોડકશનહાઉસનું નામ ન આપવાની સાથે જણાવ્યું છ ેકે, મેં  બે વરસ પહેલા એક જાણીતા પ્રોડકશનહાઉસ સાથે કામ કર્યું હતું, અને હજી આજે હું અનેમારી સાથે ૧૦૦ ક્રુ મેમ્બરોને હજી બે વરસથી બે મહિનાના વેતન આપવામાં આવ્યા નથી. 

જ્યાર એક્ટર્સને તરત જ નાણાં ચુકવી દેવામાં આવતા હોય છે. અમને અમારી મહેનતના રૂપિયા ક્યારે મળશે એ  પ્રશ્રનો ઉત્તર પણ નિર્માતા આપતા નથી. 

ઉલ્લેખનીય છે કે આ કંપનીએ છેલ્લે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે 'બડે મિયાં છોટે મિયાં' ફિલ્મ બનાવી હતી પરંતુ તે ટિકિટબારી પર સાવ ફલોપ પુરવાર થઈ હતી .


Google NewsGoogle News