Get The App

એટલીની નવી ફિલ્મમાં જેકી શ્રોફ વિલનની ભૂમિકામાં

Updated: Dec 16th, 2023


Google News
Google News
એટલીની નવી ફિલ્મમાં જેકી શ્રોફ વિલનની ભૂમિકામાં 1 - image


- જેલર પછી ફરી નેગેટિવ રોલમાં 

- ફિલ્મના અન્ય કલાકારોમાં વરુણ ધવન ઉપરાંત કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બી સામેલ

મુંબઇ : એટલીની નવી ફિલ્મમાં જેકી શ્રોફ વિલનની ભૂમિકામાં છે. એટલીની જ સાઉથની સુપરહિટ ફિલ્મ 'થેરી'ની આ રિમેક હશે. 

ફિલ્મના અન્ય કલાકારોમાં વરુણ ધવન ઉપરાંત વામિકા ગબ્બી અને કીર્તિ સુરેશનો સમાવેશ થાય છે. જેકી શ્રોફે પોતાના હિસ્સાનું શૂટિંગ પુરુ કરી લીધું છે. જેકી શ્રોફ રજનીકાન્તની ફિલ્મ  'જેલર'માં પણ વિલન તરીકે થોડી જ મિનીટો માટે જોવા મળ્યો હતો. ૬૬ વર્ષીય અભિનેતા હજી પણ દર્શકોને આકર્ષી રહ્યો છે. તે રોહિત શેટ્ટીની ફિલ્મ' સિંઘમ અગેઇન'માં પણ જોવા મળવાનો છે. 

Tags :