Get The App

જાણીતા અભિનેતાની કંપની પર 250 કરોડનું દેવું, ફિલ્મ ફ્લોપ જતાં મુશ્કેલીમાં, 80% સ્ટાફની છટણી

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
જાણીતા અભિનેતાની કંપની પર 250 કરોડનું દેવું, ફિલ્મ ફ્લોપ જતાં મુશ્કેલીમાં, 80% સ્ટાફની છટણી 1 - image


Bollywood News | જેકી ભગનાનીની ફિલ્મ નિર્માતા કંપની પૂજા એન્ટરટેઈનમેન્ટમાં વિવિધ પ્રોજેક્ટ પર  કામ કરનારા ક્રૂ મેમ્બર્સને નાણાં નહી ચૂકવાયાં હોવાનો વિવાદ તાજો છે ત્યાં હવે એવી ચર્ચા ચાલી રહી છે કે આ કંપની 250 કરોડનાં દેવામાં ઉતરી ગઈ છે અને કંપનીએ તેની સાત માળની વિશાળ ઓફિસ વેચી  ટૂ બીએચકેની નાની જગ્યામાં શિફ્ટ થવું પડયું છે. 

પૂજા એન્ટરટેઈનમેન્ટ દ્વારા અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ જેવા કલાકારોને લઈને 350 કરોડના બજેટમાં 'બડે મિયાં છોટે મિયાં' ફિલ્મ બનાવાઈ હતી. પરંતુ, આ ફિલ્મ સુપરફલોપ સાબિત થઈ હતી.  ફિલ્મની કુલ આવક 60 કરોડે પણ માંડ પહોંચી હોવાનું કહેવાય છે. 

તે પછી આ કંપની ભારે મોટાં દેવાંના બોજ હેઠળ આવી ગઈ હોવાની ચર્ચા છે. 

 આ કંપનીએ આ પહેલાં બનાવેલી 'ગણપત' તથા 'બેલ બોટમ' જેવી ફિલ્મો પણ સુપર ફલોપ સાબિત થઈ હતી. તે પછી કંપનીની આર્થિક હાલત સતત કથળતી રહી છે. 

ફિલ્મના ક્રૂ મેમ્બર્સને  પેમેન્ટ મહિનાઓથી બાકી છે તે ઉપરાંત કંપનીએ 80 ટકા સ્ટાફની છટણી કરી દીધી છે. ટાઈગર શ્રોફને લઈને એક એક્શન ફિલ્મ બનવાની હતી તે પણ પડતી મૂકી દેવામાં આવી છે. 


Google NewsGoogle News