જાદૂ.. જાદુ... ફેઇમ કોઇ મિલ ગયા ફિલ્મને ૨૦ વર્ષ, ૮ ઓગસ્ટે સિનેમાઘરોમાં થશે ફરી રિલિઝ
વાદળી રંગના પરગ્રહવાસી જાદૂની આંખો અત્યંત ઇમોશનલ હતી.
સ્પેસશીપમાંથી પૃથ્વી પર ભૂલા પડેલા એલિયનને લોક હજુ ભૂલ્યા નથી.
મુંબઇ,૩ ઓગસ્ટ,૨૦૨૩,ગુરુવાર
૨૦ વર્ષ પહેલા રાકેશ રોશનની સાયન્સ ફિકશન ફિલ્મ કોઇ મિલ ગયા બહાર પડી હતી. માનસિક નબળાઇ ધરાવતા યુવાના રોલમાં ઋત્વિક રોશને સુંદર અભિનય કરીને પ્રશંસા મેળવી હતી. પ્રિતિ ઝિન્ટા, રેખાનો અભિનય અને સ્પેસશીપમાંથી પૃથ્વી પર ભૂલા પડેલા એલિયનને લોક હજુ ભૂલ્યા નથી.
વાદળી રંગના પરગ્રહવાસી જાદૂની આંખો અત્યંત ઇમોશનલ હતી. હોલીવુડમાં એલિયન વિષય પર અનેક ફિલ્મો બની છે પરંતુ ભારતમાં સાયન્સ પર આધારિત આ પ્રથમ ફિલ્મ હતી.સાયન્સની ફિલ્મ છતાં આબાલવૃધ્ધ સૌ સમજી શકે અને માણી શકે તેવી હતી. વીએફએકસ ટેકનોલોજીનો ઉપયોગ માત્ર સ્પેસશીપ એકસીડન્ટલી પૃથ્વી પર આવે છે એટલા પૂરતો જ થયો હતો.
ખાસ કરીને એ સમયે મોટા થઇ રહેલા બાળકો જાદુ જાદુ... ગીત ગાતા હતા. કોઇ મિલ ગયાની સીકવલ ક્રિષ પણ સફળ રહી હતી. ૮ ઓગસ્ટના રોજ ભારતની પ્રથમ સાયન્સ ફિકશન ફિલ્મની ૨૦ વર્ષ પુરા થયા છે. જોત જોતામાં આ ફિલ્મને ૨૦ વર્ષ પુરા થઇ ગયા. નવાઇની વાત તો એ છે કે આ ફિલ્મની ૨૦ મી એનિવર્સરી નિમિત્તે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હોવાનું જાણવા મળે છે.
કોઇ મિલ ગયા.. મુંબઇ જેવા જુદા જુદા ૩૦ શહેરોમાં રિલીઝ થઇ રહી છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા ફિલ્મના ડાયરેકટર રાકેશ રોશને આ ફિલ્મને ભાવૂક ફિલ્મ ગણાવી હતી. મેંટલી ચેલેન્જ યુવાનો મા સાથેનો પ્રેમ અને ગર્લફ્રેન્ડ નિશા સાથેની દોસ્તીની સુંદર કહાની હતી.