Deep Fake વીડિયો પર આશુતોષ રાણાએ તોડ્યુ મૌન કહ્યું; "આ માનવતા માટે ખતરો"
Image: @Ashutosh Rana Instagram
Ashutosh Rana: છેલ્લા 30 વર્ષથી હિન્દી સિનેમામાં આશુતોષ રાણા પોતાના અભિનયનો જાદુ ચલાવી રહ્યા છે. આ એક્ટરે પોતાની કારકિર્દીમાં મોટાભાગે વિલનની ભૂમિકાઓ ભજવી છે. આશુતોષ આગામી સિરીઝ મર્ડર ઇન માહિમમાં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં જ આશુતોષે ડિપફેક વીડિયોને લઇને પોતાનું મૌન તોડ્યું છે.
છેલ્લા કેટલાક મહિનામાં આલિયા ભટ્ટ, રશ્મિકા મંદન્ના, રણવીર સિંહ અને કેટરિના કૈફ જેવા ઘણા બોલિવૂડ સેલેબ્સ ડીપ ફેક વીડિયોનો શિકાર બન્યા છે. હવે આ લિસ્ટમાં આશુતોષ રાણા પણ જોડાઈ ગયા છે. થોડા દિવસો પહેલા એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો જેમાં આશુતોષ રાણા એક કવિતા દ્વારા ભાજપનો પ્રચાર કરતા જોવા મળી રહ્યાં હતા. તેઓ વર્તમાન લોકસભા ચૂંટણી 2024માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની રાજકીય પાર્ટીને મત આપવા લોકોને અપીલ કરતા જોવા મળ્યા હતા. હવે આ મામલે અભિનેતાએ પ્રતિક્રિયા આપી છે.
ડીપફેક વીડિયો કેસ પર આશુતોષ રાણાએ મૌન તોડ્યું
એક ઇન્ટરવ્યુમાં આશુતોષ રાણાએ ડીપફેક વીડિયો પર પોતાનું મૌન તોડતા કહ્યું કે, "આજે કોઈ પણ વિડિયોમાં તમારો ચહેરો ઉમેરવામાં આવી શકે છે, અને તેનાથી તમારા પાત્રની હત્યા પણ થઈ શકે છે. અને જો કોઈ દિવસ આવું થશે તો પણ હું મારી પત્ની મારા બે બાળકો અને મારા માતા પિતા જે હવે જીવીત નથી, તેમજ ગુરુ પ્રતિ જવાબદાર રહીશ. મને ખરેખર આ બાબતની ચિંતા નથી, પરંતૂ આપણે સર્તક રહેવુ જોઇએ. એક ઇમેજ બનાવવામાં ઘણા વર્ષો લાગી જાય છે જ્યારે તેને નષ્ટ કરવામાં એક દિવસ લાગે છે”
આશુતોષ રાણા રાજકારણમાં આવશે?
આશુતોષ રાણા કહ્યું કે, "સામાન્ય રીતે આવું થાય છે, પરંતુ મારા માટે આ બીજી રીત છે. હું અભિનેતા બનતા પહેલા એક નેતા બનવા માંગતો હતો, આજ કારણ છેકે, લોકોને લાગે છે કે હું ટૂંક સમયમાં સંસદમાં જોડાઈશ, પરંતુ દરેક જણ સંસદમાં હોઈ શકે નહીં, કેટલાક લોકો રસ્તા પર હોય છે, ભીડનો ભાગ હોય છે અને હું ખરેખર તેમની વચ્ચે છું, ત્યારે જ જનતા જાગૃત થાય છે.ત્યારે તો સંસદ પણ ચમકે છે.”
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આશુતોષ રાણા જિયો સિનેમાની વેબ સિરીઝ 'મર્ડર ઇન માહિમ'માં જોવા મળે છે. આ શોનું પ્રીમિયર 10 મેના રોજ થયું હતું. રાજ આચાર્ય દ્વારા દિગ્દર્શિત, ક્રાઈમ ડ્રામા પણ મુખ્ય ભૂમિકામાં વિજય રાઝ, શિવાજી સાટમ અને શિવાની રઘુવંશી છે.