ઈશાન ખટ્ટરને વધુ એક રોમાન્ટિક ઓટીટી સીરીઝ મળી
- ફોર મોર શોટ્સના નિર્માતાઓ બનાવશે
- રોયલ એવું કામચલાઉ ટાઈટલ ધરાવતી સીરીઝનું શૂટિંગ આગામી મહિનાઓમાં શરુ થશે
મુંબઈ : મોટા પડદે ખાસ નહીં ચાલતો ઈશાન ખટ્ટર જોકે, ઓટીટીમાં ચાલી પડયો છે. તેને વધુ એક ઓટીટી સીરીઝ મળી ગઈ છે.
એક મલ્ટીનેશનલ ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થનારી આ સીરીઝનું કામચલાઉ ટાઈટલ હાલ 'રોયલ' નક્કી કરવામાં આવ્યું છે.
આ સીરીઝ પ્રિતિશ નાંદી કોમ્યુનિકેશન દ્વારા બનાવાઈ રહી છે. આ જ નિર્માતા દ્વારા અગાઉ 'ફોર મોર શોટ્સ ' નામની બહુ લોકપ્રિય પરંતુ અતિશય બોલ્ડ વેબ સીરીઝ બનાવવામાં આવી હતી.
ઈશાન ખટ્ટર આ પહેલાં 'એ સ્યૂટેબલ બોય' વેબ શોમાં દેખાઈ ચૂક્યો છે. હાલ તે 'પરફેક્ટ કપલ' નામના વેબ શોમાં પણ કામ કરી રહ્યો છે. તેની ફિલ્મ 'પિપા' તાજેતરમાં રીલીઝ થઈ છે પરંતુ તે બહુ લોકપ્રિય બની નથી.
ઈશાને 'ધડક' ફિલ્મ દ્વારા જાહ્વવી કપૂરના હિરો તરીકે કારકિર્દી શરુ કરી હતી. પરંતુ તે પછી તેની ફિલ્મ કારકિર્દી બહુ મોટા સ્કેલ પર આગળ વધી નથી. જોકે, તે છેલ્લા કેટલાક સમયથી જે રીતે વિવિધતાભર્યા રોલ કરી રહ્યો છે તે પરથી ક્રિટિક્સ એવું માની રહ્યા છે કે ઈશાનને ટિપિકલ મસાલા ફિલ્મોના સ્ટાર બની રહેવામાં કોઈ રસ પણ નથી.