ઈશાન ખટ્ટરે જન્મદિવસ પર ચાહકોને આપી ગિફ્ટ, રિલીઝ થયું 'Pippa'નું જબરદસ્ત ટ્રેલર

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News

ઈશાન ખટ્ટરે જન્મદિવસ પર ચાહકોને આપી ગિફ્ટ, રિલીઝ થયું 'Pippa'નું જબરદસ્ત ટ્રેલર 1 - image

- ફિલ્મમાં 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાનની ગરીબપુરની લડાઈ બતાવવામાં આવી છે

મુંબઈ, તા. 01 નવેમ્બર 2023, બુધવાર

Pippa Release Date: બોલીવુડ એક્ટર ઈશાન ખટ્ટરે પોતાના જન્મદિવસ પર ચાહકોને એક ગિફ્ટ આપી છે. ઈશાનની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે તેમની આતુરતાનો અંત આવી ગયો છે. ઈશાને તેના જન્મદિવસ પર ફિલ્મ 'પિપ્પા'ની રિલીઝ ડેટનું કર્યું એલાન કરી દીધુ છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મ પિપ્પા આ દિવાળી પર 10 નવેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ ઈતિહાસના એક ઐતિહાસિક ક્ષણોની રોમાચંક કહાની છે.  ઈશાનના જન્મદિવસ પર 'Pippa'નું જબરદસ્ત ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મમાં 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાનની ગરીબપુરની લડાઈ બતાવવામાં આવી છે. જેણે આ બાંગ્લાદેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આરએસવીપી અને સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સના બેનર હેઠળ રોની સ્ક્રુવાલા દ્વારા નિર્મિત અને રાજા કૃષ્ણ મેનન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ઈશાન રીયલ લાઈફ વોર હીરો કેપ્ટન બલરામ સિંહ મહેતાની ભૂમિકા ભજવી રહ્યો છે. 

ફિલ્મમાં ઈશાન ખટ્ટર સાથે મૃણાલ ઠાકુર, પ્રિયાંશુ પૈન્યુલી અને સોની રાઝદાન પણ મહત્વની ભૂમિકામાં છે. બ્રિગેડિયર બલરામ સિંહ મહેતા દ્વારા લખાયેલ પુસ્તક 'ધ બર્નિંગ ચાફીઝ' પર આધારિત આ ફિલ્મને મેનન ઉપરાંત તન્મય મોહન અને રવિન્દર રંધાવાએ લખી છે. ફિલ્મનું સંગીત એઆર રહેમાને આપ્યું છે.


Google NewsGoogle News