Get The App

હૃતિક રોશનની ક્રિશ 4માં થઈ આ દિગ્ગજ એક્ટરની એન્ટ્રી? રિલીઝ ડેટને લઈને સામે આવી મોટી અપડેટ

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
Krrish


Krrish 4 Update: બોલિવૂડ સુપરસ્ટાર હૃતિક રોશનની ફિલ્મ ક્રિશ 4ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મના 3 ભાગ આવી ગયા છે, હવે તેના ચોથા ભાગની રિલીઝને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. હૃતિક રોશન બાદ હવે રણવીર પણ આ બ્લોકબસ્ટર ફિલ્મ સિક્વલમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. 

શું ખરેખર રણબીર કપૂર ક્રિશ 4 નો ભાગ બનશે?

ક્રિશનો પહેલો ભાગ વર્ષ 2013માં આવ્યો હતો. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ પછી ક્રિશની તમામ સિક્વલ સુપરહિટ રહી હતી. આમાં, હૃતિક રોશનના માસ્કથી લઈને તેના સુપરમેન કોસ્ચ્યુમ સુધી દરેક વસ્તુઓનો બાળકોમાં ક્રેઝ જોવા મળતો હતો. 

હવે જેવા સમાચાર આવ્યા કે ક્રિશ 4 પણ ટૂંક સમયમાં રિલીઝ થશે, ત્યારે આ ફિલ્મને લઈને ફેન્સમાં તેની ખુશી જોવા મળે છે. એવામાં હવે એક ચર્ચા એવી પણ છે કે આ ફ્રેન્ચાઈઝીમાં રણબીર કપૂર પણ જોવા મળશે.

આ પણ વાંચો: નસીરુદ્દીન સાથે અનુપમ ખેરનો કેમ થયો હતો ઝઘડો? ચાર વર્ષ બાદ કહ્યું- 'તેઓ મારા પર અંગત ટિપ્પણી...'

હૃતિક રોશન અને રણબીર કપૂર બંને ફિલ્મના નિર્દેશક  સિદ્ધાર્થ આનંદની ઓફિસની બહાર દેખાયા હોવાથી આ સમાચારને વેગ મળી રહ્યો છે. ત્યારબાદથી જ ક્રિશ 4માં હૃતિક રોશન અને રણબીર કપૂર હોવાની વાતને વેગ મળી રહ્યો છે. 

હૃતિક રોશન અને રણબીર કપૂર નવી ફિલ્મમાં જોવા મળશે?

હાલ તો રણબીર કપૂર ક્રિશ 4 માં કામ કરી રહ્યા હોય એવી કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવતી, સિદ્ધાર્થ આનંદની ઓફિસની બહાર બંને અભિનેતા દેખાયા હોવાથી આવી અટકળો લગાવવામાં આવી રહી છે. બંને અભિનેતા કોઈ બીજી ફિલ્મમાં પણ સાથે કરવાના હોય તેવું પણ બની શકે છે. જો આપણે ક્રિશ 4 ની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો, દર્શકોને આ ફિલ્મ માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ વર્ષ 2026 સુધીમાં રિલીઝ થઈ શકે છે.


Google NewsGoogle News