શું અભિષેકથી અલગ થઈ રહી છે ઐશ્વર્યા રાય? એક્ટ્રેસની આ પોસ્ટએ અફવાને આપ્યું જોર
Image Source: Facebook
મુંબઈ, તા. 22 નવેમ્બર 2023 બુધવાર
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે ઘણા સમયથી અણબનાવ હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે બંનેએ ક્યારેય આ મુદ્દે કંઈ પણ રિએક્ટર કર્યુ નથી પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે કે એશ અને અભિષેકનું લગ્નજીવન સારુ ચાલી રહ્યુ નથી. હવે એક્ટ્રેસની એક લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટે આ અફવાને હવા આપી છે.
ઐશ્વર્યાની આ પોસ્ટે અભિષેક બચ્ચન સાથે મતભેદને હવા આપી
તાજેતરમાં જ ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના દિવંગત પિતા કૃષ્ણરાજ રાયને તેમની જયંતી પર યાદ કરતા તસવીરોની સિરીઝ પોસ્ટ કરી હતી. રસપ્રદ વાત એ છે કે એશે પોતાની પુત્રી આરાધ્યા અને પોતાના દિવંગત પિતાની એક સાથે તસવીર શેર કરી. તેમણે પોતાના પિતા સાથે પોતાની પણ તસવીર શેર કરી અને એક અન્ય ફોટોમાં તે પોતાની માતા અને પુત્રી સાથે નજર આવી રહી છે જ્યારે બેકગ્રાઉન્ડમાં તેમના પિતાની ફોટો દિવાલ પર લટકાયેલી છે અને તેની પર માળા પણ ચઢાવેલી નજર આવી રહી છે પરંતુ જે વાતે તમામનું ધ્યાન ખેંચ્યુ તે એ હતુ કે એશે અભિષેક સાથે કોઈ પણ તસવીર શેર કરી નથી.
ઐશ્વર્યાએ આ તસવીરોને શેર કરતા કેપ્શનમાં લખ્યુ, તમને હંમેશા પ્રેમ કરુ છુ, સૌથી પ્યારા પ્યારા ડેડી-અજ્જા. સૌથી પ્યારા, દયાળુ, સારસંભાળ રાખનારા, મજબૂત, ઉદાર અને સાચા... તમારા જેવુ કોઈ નહીં... ક્યારેય નહીં. જન્મદિવસની શુભકામનાઓ. સ્મરણમાં પ્રાર્થના. અમને તમારી ખૂબ યાદ આવે છે.
એશ-અભિષેકના મતભેદ અંગે થઈ રહી છે ચર્ચા
ઐશ્વર્યાએ આ તસવીરો પોસ્ટ કરી એટલે તેના અને અભિષેક બચ્ચન વચ્ચે અણબનાવની ચર્ચાઓ પણ શરૂ થવા લાગી. એક યૂઝરે લખ્યુ, ડિયર એશ... તમે ક્યારેય પણ આરાધ્યા અને અભિષેકની સાથે કોઈ ફોટો કેમ લેતા નથી.. તમારા પરિવારની તસવીર ખૂબ ઓછી હોય છે, તો શું આનો અર્થ એ છે કે તમે લોકો અલગ થઈ ગયા છો?
ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવારમાં ઝઘડાની અફવાઓ પેરિસ ફેશન વીક બાદથી ચર્ચામાં છે જ્યારે ઐશ્વર્યા અને નવ્યા નવેલી નંદા એક સાથે નજર આવ્યા નહોતા. એશે તાજેતરમાં જ અમિતાભ બચ્ચનના જન્મદિવસની પોસ્ટમાં જયા અને શ્વેતા બચ્ચનને પણ ઈગ્નોર કર્યા હતા. જોકે, આ માત્ર અફવાઓ છે અને આની કોઈ પુષ્ટિ થઈ નથી.