શું એક્ટ્રેસ ઈલિયાના ડીક્રુઝ ફિલ્મી સફરને અલવિદા કહેવા જઈ રહી છે? ચર્ચાએ જોર પકડ્યુ
Image Source: Facebook
મુંબઈ, તા. 02 ડિસેમ્બર 2023 શનિવાર
બોલિવુડથી લઈને સાઉથ સુધી ધૂમ મચાવનાર અભિનેત્રી ઈલિયાના ડીક્રુઝ અત્યારે કેમેરાથી દૂર માતૃત્વનો આનંદ માણી રહી છે. જોકે ઈલિયાના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહી છે. તે અવારનવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો ચાહકો સાથે શૅર કરતી રહે છે. ઈલિયાનાના ચાહકો તેની ફિલ્મોમાં વાપસીની રાહ જોઈ રહ્યા છે અને ઘણીવાર અભિનેત્રીને પ્રશ્નો પૂછે છે. હવે એક સમાચાર સામે આવ્યા છે જે ચાહકોનું દિલ તોડી શકે છે. વાસ્તવમાં કેટલાક અહેવાલો દાવો કરી રહ્યા છે કે ઈલિયાના ગ્લેમરસ દુનિયાને અલવિદા કહેવા જઈ રહી છે.
અભિનેત્રી ઈલિયાના ડિક્રુઝ અત્યારે સોશિયલ મીડિયા પર માતા તરીકે તેના નવા જીવનની ઝલક શૅર કરવા માટે હેડલાઈન્સમાં રહે છે. તેણીના નાના રાજકુમાર સાથે આનંદભરી ક્ષણો વિતાવી રહી છે. આ બધાની વચ્ચે તાજેતરના અહેવાલો સામે આવ્યા છે કે ઈલિયાના ટૂંક સમયમાં સિલ્વર સ્ક્રીન પર પરત નહીં ફરે. અભિનેત્રી તેના પતિ માઈકલ ડોલન અને પુત્ર સાથે યુએસએમાં કાયમ માટે સ્થાયી થવાનું અને તેની અભિનય કારકિર્દીને અલવિદા કહેવાનું વિચારી રહી છે.
એક રિપોર્ટ અનુસાર, એવું બહાર આવ્યું છે કે ઈલિયાનાએ તેના પ્રોફેશનલ જીવન કરતાં તેના પારિવારિક જીવનને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે. રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું છે કે તેણીને તેના પતિ અને બાળક સાથે વધુ સમય પસાર કરવામાં વધુ ખુશી મળે છે. અભિનેત્રી હાલમાં ફિલ્મની ઓફર સ્વીકારવાનું ટાળી રહી છે. આ દિવસોમાં તે તેના પરિવાર સાથે યુએસએમાં સ્થાયી થવા અને ત્યાં ખુશીથી જીવન જીવવાનો આગ્રહ રાખી રહી છે.