વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં કાર્તિક આર્યન પહેલા ઇરફાન કામ કરવાનો હતો
- પરિણામે ફિલ્મની વાર્તામાં ફેરફાર કરવો પડયો હતો
મુંબઇ : વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ કાર્તિક આર્યન સાથેની છે. પરંતુ તેમાં રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મમાં પહેલા મુખ્ય રોલ સ્વ.ઇરફાન ખાન ભજવવાનો હતો. વિશાલ ભારદ્વાજની આ ફિલ્મ કોવિડના પહેલાના સમયની હોવાથી તેણે મુખ્ય અભિનેતા તરીકે ઇરફાન ખાનને લેવાનો નિર્ણય કર્યો હતો. હવે આ ફિલ્મ ઇરફાન ખાનની વિરાસતનું એક પ્રતીક હશે. આ ફિલ્મનું નામ અર્જુન ઉસ્તારા રાખવામાં ાવ્યું છે.
ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, નિર્માતાઓએ કાર્તિક આર્યનની છબી અને સ્ટારડમને ધ્યાનમાં રાખીને વાર્તામાં બદલાવ કર્યો છે. હવે આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪ના ઉતરાર્ધમાં કરવામાં આવશે. વિશાલ અને સાજિદ નડિયાદવાળા આ ફિલ્મ માટે એ-લિસ્ટની હીરોઇનની શોધમાં છે.
સૂત્રે વધુમાં જણાવ્યું હતુ ંકે, ફિલ્મનું શૂટિંગ સ્પેન અને ગ્રીસમાંકરવામાં આવશે. કાર્તિકની આ ફિલ્મ ગેન્ગસ્ટર પર આધારિત હોવાથી એકશનથી ભરપુર હશે. કાર્તિક પોતાના પાત્રને ન્યાય આપવા માટે મે મહિનાથી તૈયારીઓ શરૂ કરશે.