Get The App

આમિરની લાડલી આયરા ખાને પ્રી વેંડિગ ફોટો કર્યા શેર, યુઝર્સે આ કારણે કરી ટ્રોલ

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
આમિરની લાડલી આયરા ખાને પ્રી વેંડિગ ફોટો કર્યા શેર, યુઝર્સે આ કારણે કરી ટ્રોલ 1 - image


નવી મુંબઇ,તા. 16 જાન્યુઆરી 2024,મંગળવાર 

બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાનની દીકરી આયરા ખાન અને નુપુર શિખરેના લગ્ન ઉદયપુરમાં થયાં હતાં. આયરા ખાને 3 જાન્યુઆરીએ નુપુર શિખરે સાથે પહેલા રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. ત્યાર બાદ કપલે 10 જાન્યુઆરીએ ઉદયપુરની અરાવલી હિલ હોટલમાં કિશ્ચિયન રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. ઉદયપુરમાં ફૂટબોલ મેચ, સંગીત, મહેંદી અને પાયજામા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ઉદયપુરમાં 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી કાર્યક્રમો યોજાયા હતા. જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આયરા ખાન તેના લગ્નના ફંક્શનના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

ફોટોના કારણે ટ્રોલ 

હવે આયરાએ તેના પ્રી-વેડિંગ ફંક્શનના ફોટો શેર કર્યા છે. આયરાએ એક ફોટો શેર કર્યો છે જેમાં તે સ્મોકિંગ કરતી જોવા મળી રહી છે. આ ફોટોના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.

આમિર ખાનની પુત્રી ફોટોમાં સ્મોકિંગ કરતાં જોઇને યુઝર્સને ઝાટકો વાગ્યો હતો. સ્મોકિંગના કારણે લોકો તેની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- નો સ્મોકિંગ બેટા. જ્યારે બીજાએ લખ્યું- તમે આ બધું કરશો.

ઘણા યુઝર્સ તો કહી રહ્યાં છે કે, તમારે આ ફોટો પોસ્ટ નહોતો કરવાનો, તમારી સારી આદતોને કારણે તેઓ તમને ફોલો કરે છે, તમારી ઇમેજ ના બગાડો. 

મહત્વનું છેકે, ઉદયપુરમાં લગ્ન બાદ આમિર ખાને 13 જાન્યુઆરીએ મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ આવ્યા હતા. લગ્નના રિસેપ્શનના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. 


Google NewsGoogle News