Photo: આયરા ખાને લગ્ન બાદ પતિ નૂપુર સાથે શેર કર્યો પહેલો ફોટો, સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
Photo: આયરા ખાને લગ્ન બાદ પતિ નૂપુર સાથે શેર કર્યો પહેલો ફોટો, સોશિયલ મીડિયા પર થયો વાયરલ 1 - image

Image: twitter 

નવી દિલ્હી,તા. 4 જાન્યુઆરી 2024, ગુરુવાર  

આયરા ખાન અને નુપુર શિખરે લાંબા સમયથી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 3 જાન્યુઆરીના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. વર્ષ 2022માં તેમણે આયરાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આયરા અને નૂપુરની સગાઈ નવેમ્બર 2022માં થઈ હતી. સગાઈમાં પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રોએ હાજરી આપી હતી.

સગાઇ બાદ 3 જાન્યુઆરીના રોજ આમિર ખાનની પુત્રી આયરા ખાને તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રોએ આ ઇંટીમેટ મેરેજમાં હાજરી આપી હતી. લગ્નમાં સમગ્ર મીડિયા પણ સામેલ થયું હતું. નૂપુર સાથે લગ્ન બાદ આયરાએ તેનો પહેલો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આયરાએ તેના પતિ સાથે બેડ પરથી એક સેલ્ફી શેર કરી છે.આ ક્યૂટ સેલ્ફીમાં આયરા હજી પણ તેનું બ્રાઇડ ટુ બી વાળુ હેરબેન્ડ પહેર્યું છે.

ફોટામાં ટ્વિસ્ટ

Photo: આયરા ખાને લગ્ન બાદ પતિ નૂપુર સાથે શેર કર્યો પહેલો ફોટો, સોશિયલ મીડિયા પર થયો વાયરલ 2 - image

ફોટોમાં, આયરાએ તેના હેરબેન્ડમાંથી 'બ્રાઇડ ટુ બી'માં 'ટુ બી' કાપી નાખ્યું છે. જેના કારણે આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

લગ્નનો લુક

લગ્નમાં આયરા લે ના લુક વિશે વાત કરીએ તો તેણે બ્લૂ બ્લાઉઝ સાથે હેરમ પેન્ટ પહેર્યું હતું અને બે દુપટ્ટા કૈરી કર્યા હતા. નૂપૂર પણ જાન લઇને બ્લેક વેસ્ટ, શોર્ટ્સ અને સ્નીકર્સ પહેરીને આવ્યા હતા. રજિસ્ટર્ડ મેરેજ બાદ નૂપુરે તેના કપડાં બદલ્યા હતા. જે બાદ તેણે બ્લુ શેરવાની પહેરી હતી.

મહત્વનું છે કે,કોર્ટ મેરેજ બાદ હવે આયરા અને નુપુર ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહ્યા છે.જેની ઉજવણી પણ 8 જાન્યુઆરીથી શરૂ થશે. રિપોર્ટ્સ અનુસાર, 13 જાન્યુઆરીએ મુંબઈમાં બોલિવૂડ સેલેબ્સ માટે રિસેપ્શન આપવામાં આવશે.


Google NewsGoogle News