Get The App

પુષ્પા-ટુના કારણે રખડી પડેલી ઈન્ટેરસ્ટેલર ફેબુ્ર.માં રી રીલિઝ થશે

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
પુષ્પા-ટુના કારણે રખડી પડેલી ઈન્ટેરસ્ટેલર ફેબુ્ર.માં રી રીલિઝ થશે 1 - image


- દુનિયામાં અન્યત્ર રી રીલિઝ થઈ ચૂકી છે

- ભારતમાં તમામ આઈમેક્સ સ્ક્રીન પુષ્પા ટૂએ રોકી લેતાં રી રીલિઝનો પ્લાન ચોપટ થઈ ગયો હતો

મુંબઈ: ક્રિસ્ટોફર નોલાનની બહુ વખણાયેલી ફિલ્મ 'ઈન્ટેરસ્ટેલર' હવે આગામી ફેબુ્રઆરીમાં ભારતમાં રીરીલિઝ કરાશે. 

આ ફિલ્મ મૂળ ૨૦૧૪માં રીલિઝ થઈ હતી. 

દસ વર્ષ પછી તેનું આઈમેક્સ વર્ઝન રીલિઝ કરવાનું નક્કી થયું હતું. તેની રીલિઝ ડેટ અગાઉથી નક્કી થઈ ગઈ હતી. 

દરમિયાન ભારતમાં 'પુષ્પા ટૂ'ની રીલિઝ ડેટમાં ફેરફાર થયો હતો અને આ ફિલ્મ ગત ઓગસ્ટના મૂળ પ્લાનને બદલે ગત ડિસેમ્બરમાં રીલિઝ થઈ હતી.  'પુષ્પા ટૂ' માટે ડિમાન્ડ વધારે હોવાથી ભારતનાં તમામ આઈમેક્સ સ્ક્રીન તેના માટે રોકી લેવામાં આવ્યાં હતાં.  તેના કારણે ભારતમાં 'ઈન્ટેરસ્ટેલર'ની રીરીલિઝ અટકી પડી હતી. હવે વોર્નર બ્રધર્સએ આગામી તા. સાતમીએ ફિલ્મ ભારતમાં રી રીલિઝ કરવાની જાહેરાત કરતાં સિનેરસિકો ખુશ થયા છે. આ ફિલ્મ અવકાશ સંશોધન પર છે પરંતુ તેમાં સાથે સાથે પ્રેમ, ત્યાગ અને માનવતા સહિતનાં મૂલ્યોને પણ વણી લેવામાં આવ્યાં છે.  ફિલ્મને ક્લાસિકનો દરજ્જો મળી ચૂક્યો છે. 


Google NewsGoogle News