કોઈએ આઠ કરોડ, તો કોઈએ લીધા 50 કરોડ, જાણો આ પોપ સ્ટાર્સ અંબાણી પરિવાર પાસેથી કેટલી ફી લઈ ચૂક્યા છે?

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
કોઈએ આઠ કરોડ, તો કોઈએ લીધા 50 કરોડ, જાણો આ પોપ સ્ટાર્સ અંબાણી પરિવાર પાસેથી કેટલી ફી લઈ ચૂક્યા છે? 1 - image


Anant-Radhika Pre Wedding : મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી જુલાઈમાં વીરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન તાંતણે બંધાવા જઇ રહ્યા છે. આ લગ્ન પહેલાં જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ સુધી ભવ્ય પ્રિ વેડિંગ ફંક્શન ચાલ્યું હતું. આ પ્રસંગે કોર્પોરેટ, રાજકારણ, સ્પોર્ટ્સ અને મનોરંજન ક્ષેત્રની દુનિયાભરની હસ્તીઓ જામનગર પહોંચી હતી. આ પ્રસંગે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના બની છે.

સેરેમનીના પહેલા જ દિવસે રિહાનાએ પરફૉર્મ કર્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે, અંબાણી ફેમિલીની ઈવેન્ટનો ઈન્ટરનેશનલ સિંગર્સ સાથે જૂનું કનેક્શન રહ્યું છે? રિહાનાથી પણ મોટા ઈન્ટરનેશનલ સિંગર્સ અંબાણી પરિવારની ઈવેન્ટ્સમાં પરફૉર્મ કરી ચૂક્યા છે. જેના માટે તેમણે અંબાણી પાસેથી મોટી ફી લીધી છે.

રિહાના

કેરેબિયન પૉપ સ્ટાર રહિનાએ ગુજરાતના જામનગરમાં આયોજિત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં ભાગ લીધો હતો. રિહાનાની ઈવેન્ટની આગલી સાંજે પરફૉર્મ કરતા મહેફિલ જમાવી દીધી હતી. આમ તો રિહાના એક પરફૉર્મન્સ માટે 12 કરોડ રૂપિયાથી 99 કરોડ રૂપિયા સુધીનો ચાર્જ લે છે. પરંતુ સમાચારોનું માનીએ તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ માટે રિહાનાએ લગભગ 50 કરોડ રૂપિયાની ફી લીધી છે.

બિયૉન્સે 

ફેમસ ઈન્ટરનેશનલ સિંગર બિયૉન્સે પણ 2018માં ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈમાં પરફૉર્મ કર્યું હતું. ઈશા અને આનંદની પ્રી વેડિંગ સેરેમની રાજસ્થાનના ઉદયપુરમાં યોજાઈ હતી. જેમાં બિયૉન્સેએ શાનદાર સિંગિંગ પરફૉર્મન્સ આપ્યું હતું. રિપોટર્સના અનુસાર આ પરફૉર્મન્સ માટે બિયૉન્સે 33 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

ક્રિસ માર્ટિન

જાણિતા સિંગર ક્રિસ માર્ટિન પણ અંબાણી ફેમિલીની ઈવેન્ટમાં પરફૉર્મ કરી ચૂક્યા છે. ક્રિસે 2020માં અંબાણી પરિવારના મોટા દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં સ્ટેજ પર ગીત ગાયું હતું. રિપોર્ટ્સના અનુસાર, તેના માટે મુકેશ અંબાણીએ 8 કરોડ રૂપિયાની ફી આપી હતી.

એડમ લેવિન

એડમ લેવિને 2019માં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના મંગલ પર્વ સેરેમનીમાં ગીત ગાયું હતું. મુંબઈમાં થનારી આ સેરેમનીમાં પરફૉર્મ કરવા માટે એડમ લેવિને 8 કરોડથી 12 કરોડ રૂપિયા સુધીની ફી લીધી હતી.

જૉન લીજેન્ડ

જાણિતા સિંગર જૉન લીજેન્ડે અંબાણી પરિવારના ગ્રેન્ડ ઈવેન્ટમાં પરફૉર્મ કર્યું હતું. 2018માં ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈ ઈટલીના લેક કોમોમાં આયોજિત કરાઈ હતી. આ સેરેમનીમાં જૉન લીજેન્ડે પોતાના અવાજથી સૌને મનમોહિત કર્યા હતા. જેના માટે તેમણે 8 કરોડ રૂપિયા સુધીની ફી ચાર્જ કરી હતી.

રિહાના છે સૌથી મોંઘી સિંગર

અંબાણી ફેમિલીની ઈવેન્ટમાં પરઑર્મ કરનારા સિંગર્સની લિસ્ટથી સ્પષ્ટ થાય છે કે, રિહાના ભારતમાં પરફૉર્મ કરનારી અત્યાર સુધીની સૌથી મોંઘી સિંગર છે. જેમને અંબાણી પરિવારે અંદાજિત 5 મિલિયન ડોલરની મોટી રકમ આપી છે.


Google NewsGoogle News