મહેશ બાબુનું આગામી ફિલ્મનું પાત્ર હનુમાન પરથી પ્રેરિત

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
મહેશ બાબુનું આગામી ફિલ્મનું પાત્ર હનુમાન પરથી પ્રેરિત 1 - image


- આ ફિલ્મ ભારતની ઇન્ડિયાના જોન્સ બને તેવી આશા

મુંબઇ : એસએસ રાજામોલી પોતાની આગામી ફિલ્મ મહેશ બાબુ સાથે કરવાનો છે. ફિલ્મ એસએસએમબી ૨૯ની ઘોષણા તેણે કરી દીધી છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે,  મહેશ બાબુનો રોલ આ ફિલ્મમાં ભગવાન હનુમાનથી પ્રેરિત હશે. ફિલ્મનું લેખનનું કામ પુરુ થઇ ગયું છે અને સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે.આ ફિલ્મ હાલ પ્રી-પ્રોડકશનમાં છે. 

રાજામોલીએ સોશયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે, એમે અમારી આગામી ફિલ્મને શરૃ કરી દીધી છે. અમે તેનું લેખન પુરુ કરી દીધું છે અને હાલ આ ફિલ્મ પ્રી-પ્રોડકશનમાં છે. જોકે હજુ સુધી અમે કાસ્ટિંગ પુરી કરી નથી. પરંતુ હીરો મહેશ બાબુ જ છે.તે એક સારો અભિનેતા છે. 

કહેવાય છે કે, એમએણએમબી ૨૯ એક બિગ બજેટ ફિલ્મ બનવાની છે. એટલું જ નહીં લોકોને આશા છે કે, આ ફિલ્મ ભારતની 'ઇન્ડિયાના જોન્સ' પુરવાર થશે. ફિલ્મ નિર્માતા આફ્રિકામાં એક એકશન-એડવેન્ચર સેટ માટે હોલીવૂડ અભિનેતાઓને પણ સામેલ કરવાના છે.


Google NewsGoogle News