Get The App

તાપસી પન્નુના લગ્નના 38 દિવસ બાદ સામે આવી મ્યુઝિક નાઇટની પ્રથમ ઝલક

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
તાપસી પન્નુના લગ્નના 38 દિવસ બાદ સામે આવી મ્યુઝિક નાઇટની પ્રથમ ઝલક 1 - image


Taapsee Pannu-Mathias Boe Sangeet: બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુએ 22 માર્ચ, 2024 ના રોજ તેના વિદેશી બોયફ્રેન્ડ મેથિયાસ બોએ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા. અભિનેત્રીના લગ્નને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે પરંતુ તેણે હજુ સુધી તેના લગ્નની તસવીરો ફેન્સ સાથે શેર કરી નથી. જો કે, હવે તેમના વેડિંગ ફંક્શનના વેન્યુ ડેકોરેશનની તસવીરો સામે આવી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પેઝ વેડિંગ ફેક્ટરીએ  હવે આ કપલના સંગીત ફંક્શનની એક ઝલક શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કરીને, વેડિંગ ફેક્ટરીએ તાપસી પન્નુ અને મેથિયાસ બોએની સંગીત નાઇટના ગ્રેંડ ડેકોરેશનને રિવીલ કર્યું છે.  

તાપસી પન્નુ અને મેથિયાસ બોએના સંગીત નાઇટ માટે ગ્રેંડ ડેકોરેશન એંટ્રેસ ખૂબ જ સુંદર હતો.  શો લાઈટ્સ, સંગીત અને ચમકતા ઝુમ્મરથી ડેકોરેટ કરવામાં આવ્યો હતો.  

તો શું તાપસી પન્નુ લગ્નના ફોટા શેર નહીં કરે?

તાપસી પન્નુએ એક ઈન્ટરવ્યુમાં પહેલા જ સ્પષ્ટતા કરી હતી કે, હું મારા લગ્નના ફોટા શેર કરવા માંગતી નથી. મારી કોઈ પણ પ્રકારની રિલીઝની કોઈ યોજના નથી અને મને નથી લાગતું કે, હું અત્યારે તેના માટે માનસિક રીતે તૈયાર છું. હું જાણું છું કે, જે લોકો ત્યાં હતા તેઓ મારા માટે ત્યાં રહેવા માંગે છે અને મને જજ નથી કરી રહ્યાં. 



Google NewsGoogle News