શોભિતા અને નાગા ચૈતન્યનાં લગ્નપૂર્વેની વિધિઓનો પ્રારંભ
- શોભિતાના ટ્રેડિશનલ લૂક્સ પર ચાહકો આફરિન
- લગ્નમાં હલ્દી વિધી માટેની હળદર જાતે ખાંડવાની પાસુપુ દંચતમ રસમ અદા કરી
મુંબઇ : શોભિતા ધુલીપાલા અભિનેતા નાગા ચૈતન્ય સાથે પ્રભુતામાં પગલાં માંડી રહી છે. ૨૧ ઓકટોબરના રોજ તેમના લગ્નની વિધિઓની શરૂઆત થઇ ચુકી છે. શોભિતાએ પાસુપુ દંચતમ નામની રસમની તસવીરો શેર કરી હતી. શોભિતા ધુલીપાલાએ સંખ્યાબંધ તસવીરો શેર કરી છે. આ વિધિમાં મહિલાઓ આખી હળદરના ટુકડાને સાંબેલામાં ખાંડીને તેનો પાવડર બનાવે છે. જેનો ઉપયોગ લગ્ન પૂર્વે પીઠી ચોળવા માટે થાય છે .શોભિત ાપણ હળદર ખાંડતી નજરે ચડી રહી છે.
કાંજીવરમ સાડી અને ટ્રેડિશનલ જ્વેલરી તથા ગૂંથેલા વાળમાં સજ્જ શોભિતાના ટ્રેડિશનલ લૂક્સ પર ચાહકો ફિદા થઈ ગયા હતા. તેમણે શોભિતાના ટ્રેડિશનલ અવતારને વધાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નાગા ચૈતન્યના શોભિતા સાથે બીજા લગ્ન છે. પહેલા લગ્ન તેણે સામંથા રૂથ પ્રભુ સાથે ૨૦૧૭માં કર્યા હતા અને ૨૦૨૧માં અલગ થઇ ગયા હતા. થોડા સમય પહેલાં જ શોભિતા અને નાગા ચૈતન્યએ સગાઈ કરી હતી.