વીડિયો કૉલ નહીં ચાલે, 24 કલાકમાં હાજર થાઓ: સમય રૈનાને મહારાષ્ટ્ર સાઇબર સેલનો આદેશ
India's Got Latent Row: યુટ્યુબ શૉ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદમાં કોમેડિયન સમય રૈનાનું નિવેદન રેકોર્ડ થવાનું છે. હાલ તે વિદેશમાં છે. યુટ્યુબર અને કોમેડિયન રૈનાએ મહારાષ્ટ્ર સાયબર સેલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમનું નિવેદન રેકોર્ડ કરવાની વિનંતી કરી હતી. જોકે, મહારાષ્ટ્ર સાયબર સેલે તેમને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો.
આવતીકાલે 18મી ફેબ્રુઆરીએ તેને કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાને મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા 24 ફેબ્રુઆરીએ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.
18મી ફેબ્રુઆરીએ નિવેદન નોંધવા બોલાવ્યા હતા
ANI અનુસાર, સમય રૈનાને નિવેદન આપવા માટે વીડિયો કૉલ નહીં ચાલે, તેણે રૂબરૂમાં જ પોતાનું નિવેદન નોંધવું પડશે. સાયબર સેલે સમય રૈનાને આવતીકાલે એટલે કે 18 ફેબ્રુઆરીએ તેનું નિવેદન નોંધવા માટે બોલાવ્યા છે.
સમય રૈના અત્યારે ક્યાં છે?
સમય રૈના હાલ અમેરિકામાં છે. તેનું કહેવું છે કે, 'કેટલાક કામના કારણે મારાથી 17 માર્ચ પહેલા ભારત આવી શકાશે નહી.' આવી સ્થિતિમાં, તેણે સાયબર સેલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાનું નિવેદન રેકોર્ડ કરવા વિનંતી કરી હતી. પરંતુ, મહારાષ્ટ્ર સાયબર સેલે આ વાતને નકારી કાઢી છે. સમય તેના સ્ટેન્ડઅપ શોના સંબંધમાં અમેરિકામાં છે. તેના વકીલે આ અંગે કહ્યું છે કે તે 17 માર્ચ પહેલા દેશમાં પરત ફરી શકશે નહીં.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચનના જમાઈ પર આપઘાત માટે ઉશ્કેરણીનો આરોપ, FIR નોંધાઈ: જાણો શું છે મામલો
રૈનાની પ્રતિક્રિયા સમયસર આવી ન હતી
મહારાષ્ટ્ર સાયબર સેલે સમય રૈનાને 18 ફેબ્રુઆરીએ સમન્સ પાઠવ્યું છે અને કહ્યું છે કે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમનું નિવેદન સ્વીકારવામાં આવશે નહીં. હાલમાં, રૈનાએ સાયબર સેલ દ્વારા જારી કરાયેલા સમન્સનો જવાબ આપ્યો નથી.
જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સાયબર સેલે સમય રૈના, રણવીર અલ્હાબાદિયા, અપૂર્વ મખીજા અને અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધી છે. તેના પર 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શો દ્વારા અશ્લીલતા અને અભદ્રતાને પ્રોત્સાહન આપવાનો આરોપ છે.