સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટ'ના તમામ એપિસોડ ડિલીટ કર્યા, કહ્યું- 'આ બધું સંભાળવું મુશ્કેલ બની ગયું'
Indias Got Latent Controversy: 'ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટ'ને લઈને થયેલા વિવાદ બાદ હવે શોના આયોજક સમય રૈનાએ શૉના તમામ એપિસોડ ડિલીટ કરી નાખ્યા છે. તેમણે 'X' પર પોસ્ટ કરતા શરૂ થયેલા હોબાળા પર પોતાનું રિએક્શન આપ્યું છે. તેમણે કહ્યું કે, તેમના માટે આ બધું હેન્ડલ કરવું મુશ્કેલ થઈ ગયું હતું. આ સિવાય સમયે આ તમામ મામલામાં એજન્સીઓની સાથે સંપૂર્ણ સહયોગ કરવાની વાત પણ કહી છે.
સમય રૈનાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'જે કંઈ પણ થઈ રહ્યું છે, તે મારા માટે ખુબ વધુ છે. મેં પોતાની ચેનલથી 'ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટ'ના તમામ વીડિયો હટાવી દીધા છે. મારો એકમાત્ર ઉદ્દેશ્ય લોકોને હસાવવા અને તેમને સારો સમય આપવાનો હતો. હું તમામ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ કરીશ જેથી નક્કી થઈ શકે કે તેમની તપાસ નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ શકે. આભાર.'
આ પણ વાંચો: રણવીર અલ્હાબાદિયા-સમય રૈનાને સમન પાઠવી શકે છે સંસદીય સમિતિ, પોલીસનું પણ તેડું
પોલીસે છ લોકોના નિવેદન દાખલ કર્યા
જણાવી દઈએ કે, 'ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટ' વિવાદને લઈને ખાર પોલીસે અત્યાર સુધી છ લોકોના નિવેદન દાખલ કરાયા છે. પોલીસે આશીષ ચંચલાની અને અપૂર્વા મખીજાનું પણ નિવેદન લેવાયું છે. પોતાના નિવેદન અપૂર્વા મખીજા અને આશીષ ચંચલાનીએ શો અંગે જણાવ્યું હતું કે, આ સ્ક્રિપ્ટેડ નથી હોતું. શૉમાં જજોને અને પાર્ટિસિપેન્ટ્સને જણાવી દેવામાં આવે છે કે તમે ખુલીને વાત કરો.
શૉને જજ કરવા માટે મળે છે પૈસા?
આશીષ અને અપૂર્વાએ કહ્યું હતું કે, 'ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટ'માં જજોને કોઈ પેમેન્ટ પણ નથી આપવામાં આવતું. જો કે, જજ શૉના કન્ટેન્ટને પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. આ શૉમાં દર્શકોએ સામેલ થવા માટે ટિકિટ્સ ખરીદવી પડે છે. ટિકિટના જે પૈસા આવે છે તેને શૉના વિનરને આપવામાં આવે છે.
આ પણ વાંચો: કોમેડીના નામે અશ્લીલતા: પોલીસ ફરિયાદ થતાં રણવીર અલ્હાબાદિયાએ માફી માંગી, જુઓ શું કહ્યું
સમય રૈના દેશની બહાર છે એટલા માટે પોલીસ પોતાનું નિવેદન રેકૉર્ડ નથી કરી શકી. ત્યારે રણવીર અલ્હાબાદિયાને લઈને સમાચાર હતા કે, પોલીસે તેમનું નિવેદન દાખલ કરવાની તૈયારી કરી છે.