19 જાન્યુઆરીએ રિલીઝ થશે 'Indian Police Force', ધમાકેદાર પોસ્ટર આવ્યું સામે, જાણો ક્યા જોવા મળશે આ ફિલ્મ
Image Source: Instagram
મુંબઈ, તા. 21 ઓક્ટોબર 2023 શનિવાર
રોહિત શેટ્ટીની મચઅવેટેડ ફિલ્મ 'ઈન્ડિયન પોલીસ ફોર્સ' ની રિલીઝ ડેટ સામે આવી ચૂકી છે. શિલ્પા શેટ્ટીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનું ધમાકેદાર પોસ્ટર શેર કર્યુ છે. તેને શેર કરતા એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યુ કે 'જબ સાયરન બજેગા તો સમજો ક્રાઈમ કી બેન્ડ બજેગી.. આ ગઈ પોલીસ...'
આ દિવસે રિલીઝ થશે રોહિત શેટ્ટીની ઈન્ડિયન પોલીસ ફોર્સ
રોહિત શેટ્ટીની આ ફિલ્મ આગામી વર્ષે 19 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. પોસ્ટરમાં શિલ્પા શેટ્ટી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે વિવેક ઓબેરોય પણ નજર આવી રહ્યા છે. શિલ્પા સિવાય આ પોસ્ટરને સ્ટાર કાસ્ટ અને રોહિત શેટ્ટીએ પણ પોતાના સત્તાવાર મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
ધાંસૂ લુકમાં નજર આવ્યા શિલ્પા, વિવેક અને સિદ્ધાર્થ
પોસ્ટરમાં ત્રણેયનો ધાંસૂ અંદાજ જોવા મળી રહ્યો છે. પોલીસ ફોર્સના લુકમાં શિલ્પા, વિવેક અને સિદ્ધાર્થ ગન પકડેલા નજર આવી રહ્યા છે. રોહિત શેટ્ટીની આ હાઈ-ઓક્ટેન એક્શન એન્ટરટેનરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સિંઘમ અગેઈન
આ સિવાય રોહિત શેટ્ટી પોતાની વધુ એક મચઅવેટેડ ફિલ્મ સિંઘમ અગેઈનને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ દીપિકા પાદુકોણ અને ટાઈગર શ્રોફે ફિલ્મથી પોતાનો પહેલો લુક શેર કર્યો, જે ખૂબ ચર્ચામાં રહ્યો તેમજ રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની આ 5મી ફિલ્મ છે. આ પહેલા સિંઘમ, સિંઘમ રિટર્ન્સ, સિંબા અને સૂર્યવંશી આવી હતી. ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.