Trailer: 'Indian Police Force'નું ટ્રેલર રિલીઝ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને શિલ્પા શેટ્ટી કૉપનો દમદાર રોલ

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
Trailer: 'Indian Police Force'નું ટ્રેલર રિલીઝ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને શિલ્પા શેટ્ટી કૉપનો દમદાર રોલ 1 - image

Image: Twitter 

નવી મુંબઇ,તા. 5 જાન્યુઆરી 2024,શુક્રવાર 

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીની મોસ્ટ અવેટેડ વેબ સીરિઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'નું ટ્રેલર હવે રિલીઝ થઈ ગયું છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. 

રોહિત શેટ્ટીની આ સિરીઝની સ્ટોરી દિલ્હી પોલીસની આસપાસ વણાયેલી છે. ઇન્ડિયન પોલીસ ફોર્સનું ટ્રેલર 3 મિનિટ 2 સેકન્ડનું છે. જે એક બ્લાસ્ટ સાથે શરૂ થાય છે. આ સીરીઝમાં શિલ્પા સિનિયર પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહી છે. જે આતંકવાદીઓને ખતમ કરવાના મિશનમાં સિદ્ધાર્થ મલ્હોત્રાને લીડ કરી રહી છે. પોલીસ યુનિફોર્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યો છે. આ સીરિઝમાં વિવેક ઓબેરોય પણ ખૂબ જ સારી ભૂમિકામાં જોવા મળશે.

થોડા સમય પહેલા રીલિઝ થયેલા 'ઇન્ડિયન પોલીસ ફોર્સના ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ ટ્રેલરે માત્ર એક કલાકમાં 3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા પણ સિરીઝમાં અભિનેત્રી ઈશા તલવાર સાથે રોમાંસ કરતો જોવા મળશે. બંનેની રોમેન્ટિક કેમેસ્ટ્રી ફેન્સને પણ પસંદ આવી રહી છે.

ક્યારે રિલીઝ થશે?

સિદ્ધાર્થ મલ્હોત્રા અને શિલ્પા શેટ્ટી સ્ટારર આ સીરીઝ 19 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, વિવેક ઓબેરોય ઉપરાંત શરદ કેલકર, નિકિતિન ધીર, શ્વેતા તિવારી જેવા ઘણા દિગ્ગજ કલાકારો આ સીરીઝમાં જોવા મળશે. 


Google NewsGoogle News