ધમાકેદાર પર્ફોર્મન્સ અને શાનદાર ટેલેન્ટ: ઈન્ડિયન આઈડલ સિઝન 15 ખાસ જોવા જેવો શો
Indian Idol 15 : ઈન્ડિયન આઈડલની 15મી સિઝન સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પર વાપસી કરી રહી છે. આ સિઝન કેટલીક રસપ્રદ ક્ષણો સાથે આવી રહી છે જે આ શોને ખાસ અને જોવાલાયક બનાવશે. સિઝન 15ની એક નોંધવા જેવી બાબત છે તેનો કોન્સેપ્ટ. આ વખતે 'પ્લેફ્રન્ટ' પ્રકારનો કોન્સેપ્ટ હોવાથી નિર્ણાયકો માટે દરેક પરફોર્મન્સનું મૂલ્યાંકન કરવાનો માપદંડ અલગ રહેશે. સ્પર્ધકોએ હવે માત્ર સારું ગાવાનું જ નથી, તેઓના સ્ટેજ પ્રેઝન્સ અને સમગ્ર પરફોર્મન્સથી દર્શકોને જોડી રાખવા પડશે. આ ફેરફાર સંગીતની કલા માટે વધુ સર્વગ્રાહી અભિગમને પ્રોત્સાહિત કરે છે. કારણ કે પ્રેક્ષકો માટે તેઓને મનોરંજક લાગે એ રીતે ગાવું પણ આ ઇન્ડસ્ટ્રીમાં એટલું જ જરૂરી છે.
સલોની |
બીજી મહત્ત્વની બાબત એ છે કે આ વખતે નિર્ણાયકો તરીકે રેપર બાદશાહ સાથે 5 વખત નેશનલ ઍવોર્ડ જીતી ચૂકેલા ગાયિકા શ્રેયા ઘોષાલ અને મ્યુઝિક ડાયરેક્ટર તેમજ ગાયક એવા વિશાલ દદલાની પણ રહેશે. આ ત્રણેય નિર્ણાયકોનો આપસમાં તાલમેલ પણ શોમાં એક અલગ ઉર્જા અને આનંદ લઈ આવશે. તેઓ નિપુણતા, વિનોદવૃત્તિ અને મનોરંજનનું ઉત્તમ મિશ્રણ કરી શકે છે.
બાદશાહ તેના ટોપ પર રહેતા હિટ ગીતોની સાથે નવી પેઢી સાથે જોડાણ ધરાવે છે. તેનું રમતિયાળ અને પોતીકું લાગે એવું વ્યક્તિત્વ યુવાનો સાથે સારી રીતે જોડાઈ શકે છે. નિર્ણાયક તરીકેની પ્રક્રિયામાં આ એક નવો અભિગમ છે. શ્રેયા અને વિશાળ ગાયકી અને સંગીતને લગતો મત રજૂ કરી શકે છે તો બાદશાહ પ્રેક્ષકો સાથે જોડાણ અને સ્ટેજ પ્રેઝન્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સ્પર્ધકોના મૂલ્યાંકનમાં તેની 'વાઈબ' અને કરિઝમા અલગ સ્તરનો ઉમેરો કરે છે. તેની ટિપ્પણી મૂડ અને માહોલને હળવો રાખે છે.
| ||
નિર્ણાયકો વચ્ચેના સમીકરણો પણ આ સિઝનની એક મહત્ત્વની બાબત છે. વિશાલ અને બાદશાહની જુગલબંદી, એકબીજા સાથે મજાક કરવાની આદત, તેમના રમતિયાળ સંવાદો અનેક હળવશભરી પળોનો ઉમેરો કરે છે જે શોને માત્ર ગાયકી જ નહીં પરંતુ દર્શકોને ઉત્તમ મનોરંજન આપતો શો બનાવી દે છે.
રીતિકા રાજ |
આ સિઝન માટે પ્રારંભિક તબક્કે અલગ તરી આવતી નવી અને સબળ પ્રતિભાઓ છે. જેમ કે, કોલકાતાના શ્રીજન પોરૈલ, દિલ્હીના સલોની સાઝ અને બિહારના રિતિકા રાજ. જેમાંથી દરેકે તેમના અનન્ય સંગીત અભિગમથી એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. શ્રીજનની વન્સ અપોન અ ટાઈમ ઇન મેટ્રોના 'અલવિદા'ની હ્રદયસ્પર્શી પ્રસ્તુતિએ નિર્ણાયકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, જ્યારે ફિલ્મ ‘ધન ધના ધન ગોલ’માં બિલ્લો રાની પર સલોનીના અભિનયે નિર્ણાયકોને તેના વિશિષ્ટ અને હસ્કી અવાજની નોંધ લેવા માટે ફરજ પાડી હતી. રીતિકાએ સ્ત્રી 2 ના 'આજ કી રાત' અને 15 વર્ષની રાગિણીએ 'નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ'ની આકર્ષક રજૂઆતથી નિર્ણાયકોને સ્ટેન્ડિંગ ઓવેશન આપવા મજબૂર કરી દીધા હતા. આ સ્પર્ધકો આ સિઝનમાં પ્રતિભાની વિવિધતા પણ દર્શાવે છે, જ્યાં તેઓના અલગ વ્યક્તિત્વની ઓળખ અને ઉજવણી કરવામાં આવે છે, અને દરેક ગાયકને તેમની અનન્ય શૈલી વ્યક્ત કરવાની તક આપવામાં આવે છે.
સ્ટેજ પ્રેઝન્સ, વૈવિધ્યસભર પ્રતિભા અને શોના જીવંત વાતાવરણ સાથે, આ શો વ્યાપક પ્રેક્ષકો સામે પડઘો પાડવા માટે તૈયાર છે. નિર્ણાયકોમાં જોડાણ અને અવાજની સુંદરતા સાથે સમગ્ર પ્રદર્શન તરફ ધ્યાન કેન્દ્રિત કરવું એ આ સિઝનના વધેલા સ્તરની સાબિતી આપે છે.