Get The App

બોલિવૂડ બોક્સ ઓફિસને ઝટકો, સાઉથની ફિલ્મોએ બાજી મારતા હિન્દી ફિલ્મોની કમાણી તળિયે

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
Bollywood  box office collection


India Box Office Collection: ઓટીટીના વધતા વ્યાપ વચ્ચે ભારતનું ફિલ્મ જગત બીજી વખત રેકોર્ડ કમાણી કરવામાં સફળ રહ્યું છે. ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન 2024માં રૂ. 11833 કરોડ નોંધાયું છે, પરંતુ આ રેકોર્ડ કલેક્શનમાં સૌથી વધુ ફાળો બોલિવૂડનો નહીં પણ સાઉથની ફિલ્મો પુષ્પા-2 અને કલ્કીનો છે. આમ, ફરી એકવાર બોક્સ ઓફિસ પર બોલિવૂડની સામે સાઉથની ફિલ્મોએ બાજી મારી લીધી છે. ઉલ્લેખનીય છે, 2023માં કુલ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 12,226 કરોડ હતું, જ્યારે 2024માં આ આંકડો 3.2 ટકા ઘટ્યો છે.

બોક્સ ઓફિસના કુલ કલેક્શનમાં હિન્દી ફિલ્મોનો ફાળો 40 ટકા, તેલુગુ ફિલ્મો 20 ટકા, તમિલ 15 ટકા, મલયાલમ 10 ટકા, હોલિવૂડ 8 ટકા અને કન્નડનો હિસ્સો 3 ટકા રહ્યો છે.

બોલિવૂડથી પણ આગળ સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી

ઓરમેક્સ મીડિયા દ્વારા જારી આંકડા અનુસાર, બોક્સ ઓફિસ કલેક્શનમાં સાઉથ ઈન્ડિયન ફિલ્મોએ બાજી મારી છે. જ્યારે બોલિવૂડ કોઈ ખાસ કરામત કરવામાં સફળ રહ્યું નથી. બોલિવૂડનું બોક્સ ઓફિસ કલેક્શન 2024માં 13 ટકા ઘટી રૂ. 46.8 અબજ  નોંધાયુ છે. જે 2023માં 53.8 અબજ રૂપિયા હતું. ઉલ્લેખીનય છે, હિન્દી સિનેમાના કુલ કલેક્શનમાં 31 ટકા હિસ્સો સાઉથ ઈન્ડિયન ફિલ્મોના ડબ્બ વર્ઝનમાંથી આવ્યો છે. જો ઓરિજિનલ હિન્દી ફિલ્મોની ગણતરી કરીએ તો બોક્સ ઓફિસ કલેક્શન 37 ટકા સુધી ઘટ્યુ હતું.

પુષ્પા-2, કલ્કી 2898 ADએ રેકોર્ડ કમાણી કરી

વર્ષ 2024માં તેલુગુ એક્શન થ્રીલર 'પુષ્પા ધ રૂલઃ પાર્ટ 2' બોક્સ ઓફિસ પર સુપરડુપર હીટ ફિલ્મ રહી છે. 2024માં તેણે રૂ. 1400 કરોડની કમાણી કરી હતી. જ્યારે તેના હિન્દી વર્ઝને રૂ. 890 અબજની કમાણી કરી બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મમાં સ્થાન મેળવ્યું હતું. આ સિવાય તેલુગુની અન્ય એક સાયન્સ ફિક્શન ફિલ્મ 'કલ્કી 2898 AD' રૂ. 775 કરોડની કમાણી સાથે બીજી રેકોર્ડ કલેક્શન નોંધાવનારી ફિલ્મ રહી હતી.

આ પણ વાંચોઃ રામ ચરણ અને કિયારા અડવાણીની ફિલ્મ ગેમ ચેન્જર બોક્સ ઓફિસ પર નાણાં છલકાવી રહી છે

ટોપ-5 બોક્સ ઓફિસ કલેક્શનમાં બોલિવૂડની બે ફિલ્મો

ફિલ્મઈન્ડસ્ટ્રીકલેક્શન
પુષ્પા-2તેલુગુરૂ. 1400 કરોડ
કલ્કી 2898તેલુગુરૂ. 775 કરોડ
સ્ત્રી-2બોલિવૂડરૂ. 698 કરોડ
દેવરા-પાર્ટ 2તેલુગુરૂ. 345 કરોડ
ભૂલભુલૈયા-2બોલિવૂડરૂ. 310 કરોડ


હોલિવૂડ માટે વર્ષ નિરાશાજનક રહ્યું

હોલિવૂડની ફિલ્મોએ 2024માં ભારતમાંથી કોઈ ખાસ કમાણી કરી નથી. તેની આવક 17 ટકા ઘટી 2015 બાદ પ્રથમ વખત રૂ. 1000 કરોડથી ઘટી 940 કરોડ રૂપિયા નોંધાઈ છે. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 8 ટકા માર્કેટ હિસ્સો ધરાવતી હોલિવૂડની કોઈ પણ ફિલ્મ સળંગ બીજા વર્ષે રૂ. 200 કરોડ કે તેથી વધુ કમાણી કરી શકી નથી. 2024માં લાયનકિંગ સૌથી વધુ 20.7 મિલિયન ડોલરની કમાણી કરનારી એકમાત્ર ફિલ્મ રહી છે. 

બોલિવૂડ બોક્સ ઓફિસને ઝટકો, સાઉથની ફિલ્મોએ બાજી મારતા હિન્દી ફિલ્મોની કમાણી તળિયે 2 - image


Google NewsGoogle News