આ વખતે ઓસ્કરમાં પણ ભારત-પાકિસ્તાન ટકરાશે, ગુજરાતી ડિરેક્ટરની ફિલ્મ સામે ટક્કર
'ધ લાસ્ટ શો' અને 'જોયલેન્ડ' ફિલ્મો આમને-સામને
| ||
ક્રિકેટનાં મેદાનમાં તો ભારત-પાકિસ્તાનની જંગ આપણે સૌએ જોઈ જ છે, પરંતુ બીજા પણ ઘણાં એવા ક્ષેત્ર છે જ્યાં પણ ભારત -પાકિસ્તાન કોઇને કોઇ રીતે સામે-સામે આવીને એક બીજા સાથે ટકકર લે છે. તેમાં પણ ખાસ કરીને કલા અને સંગીત ક્ષેત્રે. આ વખતે ફરી એક વાર આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
95માં ઓસ્કર એવોર્ડમાં 15 ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મોનું લિસ્ટ સામે આવ્યું છે. જેમાં 92 દેશોની ફિલ્મોમાંથી બેસ્ટ ફિલ્મોનું સિલેક્શન કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ટોપ -15 ફિલ્મોમાં ભારત- પાકિસ્તાનની ફિલ્મો પણ પ્રતિસ્પર્ધી બની છે. આ કેટેગરીમાં અન્ય ફિલ્મો જે હરીફાઈમાં છે તેમાં આર્જેન્ટીના, 1985, ડીસીઝન ટુ લીવ, ઓલ ક્વાયટ ઓન ધ વેર્સ્ટન ફ્રન્ટ, ક્લોઝ અને ધ બ્લુ ક્ફ્તાનનો સમાવેશ થાય છે.
ભારત તરફથી આ કેટેગરીમાં છેલ્લો શો ફિલ્મ શોર્ટ લીસ્ટ પામી છે , જ્યારે પાકિસ્તાન તરફથી જોયલેન્ડ ફિલ્મ શોર્ટ લીસ્ટ થઈ છે તો હવે જોવાનું એ રહે છે કે ભારત-પાકની આ ટક્કરમાં કોણ બાજી મારે છે.
95મો એકેડમી અવોર્ડ- ઓસ્કાર અવોર્ડનું આયોજન 12 માર્ચ 2023ના રોજ LAના ડોલી થીએટર ખાતે થશે.