Get The App

પુષ્પા 2' ના ડિરેક્ટરના ઘરે આવકવેરા વિભાગના દરોડા, સુકુમારને એરપોર્ટ પર જ ઝડપી લેવાયા

Updated: Jan 22nd, 2025


Google News
Google News
પુષ્પા 2' ના ડિરેક્ટરના ઘરે આવકવેરા વિભાગના દરોડા, સુકુમારને એરપોર્ટ પર જ ઝડપી લેવાયા 1 - image


IT Raid at 'Pushpa 2' Director: પુષ્પા-2ના ડિરેક્ટર સુકુમારના હૈદરાબાદ સ્થિત ઘર અને ઓફિસ પર 22 જાન્યુઆરીએ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી વખતે આઈટી અધિકારીઓ સુકુમારને પણ હૈદરાબાદ એરપોર્ટ પરથી પકડીને ઘરે લઈ જવાયા હતા. આ દરમિયાન સુકુમારના ઘરેથી મહત્ત્વના દસ્તાવેજો જપ્ત કરાયા છે. જો કે, અધિકારીઓએ દરોડા પાછળનું કારણ અને તેમાંથી શું માહિતી મળી તે અંગે કશું જણાવ્યું નથી. પુષ્પા-2માં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે, જેણે અત્યાર સુધી રૂ. 1800 કરોડથી વધુ કમાણી કરી લીધી છે.

આ પણ વાંચો: પીઢ અભિનેત્રી જીનત અમાનનો માંડ માંડ જીવ બચ્યો, બીપીની ગોળી ગળામાં ફસાઈ ગઇ હતી

હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર નથી આવ્યું 

જોકે, અધિકારીઓએ દરોડા પાછળનું કારણ અને તેમાંથી શું શું માહિતી સામે આવી તે અંગે હજુ સુધી માહિતી આપી નથી. આવકવેરા વિભાગના કોઈ અધિકારીએ હજુ સુધી કોઈ નિવેદન જાહેર કર્યું નથી. તેમજ ફિલ્મ નિર્માતા તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ દરોડા એવા સમયે પાડવામાં આવ્યા છે, જ્યારે સુકુમાર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે, અને તેણે 1800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. અને ગઈકાલ મંગળવારે એટલે કે 21 જાન્યુઆરીએ ડિરેક્ટર દિલ રાજુની મિલકતો પર પણ આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચને શત્રુઘ્નની ગાડીને ધક્કો મારવો પડતો, બિગ બીએ કહ્યું- સાવ ભંગાર ગાડી હતી

કરચોરીની આશંકા

આવકવેરા વિભાગના અધિકારીઓને કથિત રીતે કરચોરીની શંકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેથી હાલમાં તેઓ દસ્તાવેજો તપાસ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ કાર્યવાહી બિનહિસાબી વધેલી આવક પરની તપાસનો એક ભાગ છે. અધિકારીઓ સંભવિત કરચોરી શોધવા માટે નાણાકીય રેકોર્ડ અને વ્યવહારોની તપાસ કરી રહ્યા છે.


Tags :
Income-Tax-RaidPushpa-2Director-Sukumar

Google News
Google News