નીતા અંબાણીની નાની વહુ રાધિકા મર્ચન્ટ કઇ કંપનીમાં કરે છે કામ, જાણો કેટલો છે પગાર અને કુલ નેટવર્થ
એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની ભાવિ નાની વહુ વિશે લોકો વધુને વધુ જાણવા માગે છે. તે શું કરે છે અને હાલમાં શું કરી રહી છે તેની સ્ટડી, રાધિકાની નેટવર્થ વગેરેને લઇને દરેકના મનમાં સવાલો છે.
કોણ છે રાધિકા મર્ચન્ટ?
રાધિકા મર્ચન્ટ વીરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. 29 વર્ષની રાધિકાનો જન્મ 18 ડિસેમ્બર 1994ના રોજ થયો હતો.
રાધિકા મર્ચન્ટના શિક્ષણ વિશે વાત કરીએ તો તેણે મુંબઈની કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલ અને ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર, ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે, તેણે મુંબઈમાં સીડર કન્સલ્ટન્ટ્સમાં બિઝનેસ સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ તરીકે ઇન્ટરશિપ કરી હતી.
રાધિકાના પિતા વીરેન મર્ચન્ટ વિશે વાત કરીએ તો, ગ્લોબલ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચર 'એનકોર હેલ્થકેર'ના સીઈઓ છે.
એક અહેવાલ અનુસાર રાધિકા મર્ચન્ટ અમેરિકાથી ભારત પરત ફર્યા બાદ લક્ઝરી રિયલ એસ્ટેટ કંપની ઈસ્પરાવા સાથે જોડાઈ હતી. એક વર્ષ સુધી કામ કર્યા પછી, તે એન્કોર હેલ્થકેરમાં જોડાઈ. તે હાલમાં એનકોર હેલ્થકેરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સેવા આપે છે.
રાધિકાની LinkedIn પ્રોફાઇલ અનુસાર, બિઝનેસ સિવાય સિવિલ રાઇટ્સ, આર્થિક સશક્તિકરણ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં રસ છે. રાધિકા એક પ્રોફેશનલ ક્લાસિકલ ડાન્સર પણ છે. તેણે મુંબઈમાં શ્રી નિભા આર્ટસ ડાન્સ એકેડમીના ગુરુ ભવન ઠાકર પાસેથી આઠ વર્ષ સુધી ભરતનાટ્યમ ક્લાસ કર્યા હતા.
નેટવર્થ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાધિકા મર્ચન્ટની કુલ નેટવર્થ 10 કરોડ રૂપિયાની આસપાસ છે. તેમની આવકનો સૌથી મોટો સ્ત્રોત તેમનો પારિવારિક બિઝનેસ એન્કોર હેલ્થકેર છે. રાધિકાનો પગાર પણ આમાંથી આવે છે. રાધિકાએ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્નમાં પણ હાજરી આપી હતી.
આ પછી પણ રાધિકા અંબાણી પરિવારના ઘણા ફંક્શનમાં જોવા મળી હતી. હવે રાધિકા અંબાણી પરિવારની સૌથી નાની વહુ બનવા જઈ રહી છે.