હનુમાનની સિકવલમાં યશને હનુમાન, રામચરણને રામનો રોલ ઓફર

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
હનુમાનની  સિકવલમાં યશને હનુમાન, રામચરણને રામનો રોલ ઓફર 1 - image


- રાવણ પછી હવે હનુમાનની પણ ભૂમિકામાં

- જય હનુમાનના ટાઈટલથી તૈયાર થનારી ફિલ્મનું બજેટ પહેલા ભાગ કરતાં દસ ગણું હશે

મુંબઇ : યશ નિતેશ તિવારીની 'રામાયણ' ફિલ્મમાં રાવણની ભૂમિકામાં જોવા મળવાનો છે. હવે તે 'હનુમાન' ફિલ્મના બીજા ભાગમાં કદાચ હનુમાનની જ ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. જ્યારે તેલુગુ  અભિનેતા રામચરણને આ ફિલ્મમાં ભગવાન રામનો રોલ ઓફર કરાયો હોવાનું કહેવાય છે. 

સાઉથના અભિનેતા તેજા સજ્જાની હાલમાં હનુમાન નામની ફિલ્મ  તાજેતરમાં   રીલીઝ થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર થોડા જ દિવસોમાં રૂપિયા ૩૦૦ કરોડનો વકરો કરી લીધો છે. હવે આ ફિલ્મની સફળતા જોઇને નિર્માતાઓએ આ  ફિલ્મની સિકવલનો નિર્ણય લીધો છે. જેમાં અભિનેતા યશ હનુમાનના રોલમાં જોવા મળશે. 

આ સિકવલનું નામ 'જય હનુમાન' હશે જેને દસ ગણા અધિક બજેટથી બનાવવામાં આવશે. જેમાં યશ ભગવાન હનુમાનના ભૂમિકા માટે પ્રથમ પસંદ હશે. આ ફિલ્મમાં રામચરણને  ભગવાન શ્રી રામના રોલની ઓફર કરવામાં આવી હોવાનું કહેવાય છે. 


Google NewsGoogle News