રણબીરની ' એનિમલ' ફિલ્મમાં હોલીવૂડ ફિલ્મના સીનની ઊઠાંતરી

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
રણબીરની ' એનિમલ' ફિલ્મમાં હોલીવૂડ ફિલ્મના સીનની ઊઠાંતરી 1 - image


- એક ગીત રીલીઝ કર્યું તેના પરથી ચોરી પકડાઈ

- ફિફ્ટી શેડઝ ઓફ ગ્રે  નામની ફિલ્મ જેવા પ્લેન સીનની બેઠી ઉઠાંતરી કરી હોવાનો દર્શકોનો આરોપ 

મુંબઈ : રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની આગામી ફિલ્મ 'એનિમલ'માં કેટલાક સીનની હોલીવૂડમાંથી બેઠી ઉઠાંતરી કરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 

આ ફિલ્મનું એક ગીત તાજેતરમાં રીલીઝ કરાયું હતું. તેમાં રણબીર કપૂર રશ્મિકા મંદાનાને પ્લેન ઊડાડતાં શિખવાડે છે તેવી  સિકવન્સ છે. 

આ સીન જોઈને ચાલાક દર્શકોએ તરત જ પકડી પાડયું હતું કે ૨૦૧૫માં આવેલી હોલીવૂડ ફિલ્મ 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે'માં કલાકારો જેમી ડોરનાન અને ડાકોટા જ્હોન્સન  હેલિકોપ્ટરમાં જે સીન ભજવે છે  બિલકુલ તેવો જ સીન રશ્મિકા અને રણબીરે 'એનિમલ'માં ભજવ્યો છે. 

કેટલાક ચાહકોએ કોમેન્ટ કરી હતી કે બોલીવૂડને કન્ટ્રોલ કોપી, કન્ટ્રોલ પેસ્ટ કરતાં બીજું કાંઈ આવડે છે કે નહીં. કેટલાક ચાહકોએ એવું લખ્યું હતું કે બોલીવૂડે 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે'નું સસ્તું વર્ઝન બનાવ્યું લાગે છે. 

'એનિમલ' ફિલ્મ 'કબીરસિંઘ'થી જાણીતા સંદિપ રેડ્ડી વાંગાએ બનાવી છે. એટલે ફિલ્મ દર્શકોને તેના માટે બહુ આશા હતી. જોકે, આવી ચોરી પકડતાં તેઓ નિરાશ થઈ ગયા છે.


Google NewsGoogle News