Get The App

રકૂલ પ્રીતના મેરેજમાં મહેમાનોને મોબાઈલ ચાલુ રાખવાની મનાઈ

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
રકૂલ પ્રીતના મેરેજમાં મહેમાનોને મોબાઈલ ચાલુ રાખવાની મનાઈ 1 - image


- ફેબ્રુઆરીમાં લગ્નમાં ચુનંદા લોકોને જ આમંત્રણ

- ગોવામાં ડેસ્ટિનેશન  મેરેજ થશે, લગ્નની વિગતો જાહેર થાય તેવી ઈચ્છા નથી

મુંબઇ : રકૂલપ્રીત સિંહ અને જેકી ભગનાનીના આગામી મહિને ગોવામાં થનારાં લગ્ન દરમિયાન પ્રાઈવસી માટે કડક નિયમો નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

જેકી અને રકૂલ પ્રીત ાના લગ્નને  એકદમ અંગત પ્રસંગ રાખવા ઈચ્છે છે. લગ્નમાં પરિવાર ઉપરાંત બહુ ગણ્યાગાંઠયા મિત્રોને જ આમંત્રણ અપાશે. લગ્નમાં મહેમાનોને મોબાઈલ ઓપરેટ કરવાની મંજૂરી નહીં હોય. લગ્નના ફોટા કે અન્ય વિધિઓને લગતા વીડિયો વગેરે પણ સોશિયલ મીડિયા પર શેર નહીં કરવા દેવામાં આવે. 

તા. ૨૨મી ફેબ્રુઆરીએ યોજાનારાં લગ્ન વિશે અન્ય કોઈ વિગતો પણ મીડિયામાં પ્રગટ થાય તેવી આ યુગલની ઈચ્છા નથી. 

રકૂલ અને જેકી ભગનાની બહુ લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યાં છે. રકૂલે બોલીવૂડમાં કેટલાંક મોટાં બેનરોની ફિલ્મોમાં પણ કામ કર્યું છે પરંતુ તેની કારકિર્દી બહુ ખાસ ચાલી નથી. જેકી ભગનાનીના પિતા વાસુ ભગનાની બોલીવૂડના એક મોટા પ્રોડયૂસર ગણાય છે. જોકે,  જેકીને પણ ફિલ્મોમાં ખાસ સફળતા મળી નથી.


Google NewsGoogle News