Get The App

ક્રિતીની દો પત્તીમાં ગીત પાકિસ્તાનથી ઉઠાવાયું, ઐશ્વર્યાના સ્ટેપ્સની ચોરી

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
ક્રિતીની દો પત્તીમાં ગીત પાકિસ્તાનથી ઉઠાવાયું, ઐશ્વર્યાના સ્ટેપ્સની ચોરી 1 - image


- ક્રેઝી કિયા રે  નાં સ્ટેપ્સ કોપી કિયા રે

- પાક સિંગર રેશમાનાં  ક્લાસિક સોંગ અખિયાં ન દે કોલને વિકૃત કરવા બદલ ટ્રોલ

મુંબઇ : કાજોલ અને ક્રિતી સેનની ફિલ્મ 'દો પત્તી'નુ ગીત ક્રેઝી કિયા રે ભારે વિવાદમાં આવ્યું છે. આ ગીત પાકિસ્તાનની ફોક સિંગર રેશમાંનાં વિખ્યાત ગીત 'અખિયાં ન દે કોલ'નું બહુ વિકૃત વર્ઝન ગણાવાઈ રહ્યું છે. સાથે સાથે આ ગીતમાં ક્રિતી સેનને ઐશ્વર્યાના સ્ટેપ્સની બેઠી નકલ પણ કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 

અનેક ચાહકોએ ક્રિતી સેનની ઝાટકણી કાઢતાં કહ્યું છે કે તેણે  ઐશ્વર્યા રાયના 'ધૂમ ટૂ'ના ડાન્સ સોંગ 'ક્રેઝી કિયા રે'નાં સ્ટેપ્સની  બેઠી નકલ કરી છે. સંખ્યાબંધ લોકોએ તો 'કોપી કિયા રે' કહીને તેની ઠેકડી ઉડાવી છે. 

કેટલાક લોકોએ કહ્યું છે કે ક્રિતીની કેરિયર સારી ચાલી રહી છે તેવા સમયે તે ઐશ્વર્યાના ડાન્સની કોપી કરીને પોતાની કારકિર્દીને નુકસાન પહોંચાડી રહી છે. 

બીજી તરફ પાકિસ્તાનનાં લોક ગાયિકા રેશમાના ક્લાસિક સોંગ 'અખિયાં દે કોલ'ની બહુ વિકૃત રીતે કોપી કરવા બદલ પણ ચાહકોએ ઝાટકણી કાઢી છે. પાકિસ્તાની એક્ટરઅદાનાની સિદ્દિકીએ પણ ક્રિતીનાં ગીતને મૂળ ગીતની બહુ ભદ્દી ચોરી સમાન ગણાવ્યું છે. 

ચાહકોને જણાવ્યા અનુસાર રેશમાનાં ઓરિજિનલ ગીતને આતીફ અસલમ સહિતના અનેક ગાયકોએ પોતપોતાની રીતે ગાયું છે. પરંતુ, 'દો પત્તી'માં તેને જે વિકૃત રીતે રજૂ કરાયું છે તેનો જોટો જડે તેમ નથી. 


Google NewsGoogle News