કિંગમાં શાહરુખ ખાન ઘાતકી હત્યારાની ભૂમિકા ભજવશે
- અભિષેક બચ્ચન નેગેટિવ ભૂમિકામાં હશે
- સુહાના પણ આ ફિલ્મમાં એક્શન દ્રશ્યો કરવાની હોવાની અટકળો
મુંબઈ : શાહરુખ ખાન દીકરી સુહાનાની કેરિયરને લિફ્ટ કરવા માટે 'કિંગ' ફિલ્મ બનાવી રહ્યો છે. તેમાં તે પોતે ઘાતકી હત્યારાની ભૂમિકામાં છે તેવો દાવો થયો છે.
ફિલ્મની વાર્તા કે શાહરુખ અને સુહાનાના રોલ બાબતે મેકર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો અપાઈ નથી. અગાઉ ેએવી ચર્ચા હતી કે ફિલ્મમાં શાહરુખ માત્ર કેમિયો કરવાનો છે. પરંતુ, બાદમાં સ્પષ્ટ થયું હતું કે તે મુખ્ય ભૂમિકામાં હશે.
બીજી તરફ સુહાના આ ફિલ્મમાં એક્શન દ્રશ્યો કરવાની હોવાનું મનાય છે. સુહાના જિમમાં વર્કઆઉટ કરી રહી હોવાના વીડિયો વાયરલ થયા છે. તે પરથી મનાય છે કે તે ફિલ્મમાં એક્શન દ્રશ્યો ભજવવાની તૈયારી કરી રહી છે.
સુજોય ઘોષ દિગ્દર્શિત આ ફિલ્મમાં એક્શન સિકવન્સ માટે સિદ્ધાર્થ આનંદનું ગાઈડન્સ લેવાઈ રહ્યું છે.
ફિલ્મમાં અભિષેક બચ્ચન નેગેટિવ ભૂમિકામાં હોવાનું અગાઉ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત 'મુંજ્યા'નો એક્ટર અભય વર્મા પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે.