ગર્લફ્રેન્ડ લેખાને ઘર ભાંગનારી કહેવાતાં ઈમરાન ખાન નારાજ
- ડેટિંગ ચાલતું હોવાનું પહેલીવાર કબૂલ્યું
- અવંતિકા સાથે છૂટાછેડા થઈ ગયાના દોઢ વર્ષ પછી લેખા સાથે નિકટતા વધી હોવાનો દાવો
મુંબઇ: ઈમરાને તેની પ્રેમિકા લેખા વોશિંગ્ટન સાથેના સંબંધોની પહેલીવાર કબૂલાત કરી છે. જોકે, તેણે લેખાને અન્યોના ઘર ભાંગનારી હોવાનું કહી વગોવનારા લોકો માટે નારાજગી વ્યક્ત કરી છે.
ઇમરાન ખાને જણાવ્યં હતું કે . હું અને લેખા કોરોના વાયરસના સમયમાં લોકડાઉનમાં એક બીજાની વધુ નજીક આવ્યા હતા. એ સમયે તો હું મારી પત્ન અવંતિકા મલિકથી છુટો થઇ ગયો હતો. લોકો લેખાને ઘર તોડનારી કહી રહ્યા છે, જેના પર મને બહુ ગુસ્સો આવે છે.
આ વાક્ય મહિલાઓથી નફરત કરાવનારું છે. ઇમરાને વધુમાં જણાવ્યું હતુ ંકે, હું અને લેખા લોકડાઉનમાં એકબીજાની નજીક આવ્યા. ત્યારે મને અને અવંતિકાને છુટા પડયાને દોઢ વરસ થઇ ગયું હતું.
લેખા માટે કહેવાયું હતું કે, તે તેના પતિથી છુટી થઇ હતી. પરંતુ તે વાત સાવ ખોટી છે.
લેખા મારા સંપર્કમાં આવી તેના એક વરસ પહેલા પોતાના પાર્ટનરથી છુટી પડી હતી.
ઈમરાને લેખા સાથેના સંબંધો વિશે પહેલીવાર જાહેરમાં ઉચ્ચાર્યું છે. તે આમિરની દીકરી આયરાના લગ્નમાં પણ લેખા સાથે જ આવ્યો હતો.