પોપ્યુલર સ્ટારની લિસ્ટમાં કિંગ ખાન પ્રથમ, ટોપ 10માં આ એકટ્રેસને મળ્યુ સ્થાન

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
પોપ્યુલર સ્ટારની લિસ્ટમાં કિંગ ખાન પ્રથમ, ટોપ 10માં આ એકટ્રેસને મળ્યુ સ્થાન 1 - image


નવી મુંબઇ,તા. 23 નવેમ્બર 2023, ગુરુવાર 

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનું નામ અને ખ્યાતિ દુનિયાભરમાં છે. વિદેશમાં પણ શાહરૂખના કરોડો ચાહકો છે. આ વર્ષે તેણે તેની બે બ્લોકબસ્ટર ફિલ્મો પઠાણ અને જવાન આપી છે. આ ફિલ્મોએ કિંગ ખાનના સ્ટારડમમાં દસ ગણો વધારો કર્યો છે. આ કારણે ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb)ની તાજેતરની યાદીમાં શાહરૂખ ખાન ટોચ પર છે.

મળતી માહિતી પ્રમાણે IMDb દ્વારા આ વર્ષના ટોચના ભારતીય સ્ટાર્સની યાદી જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટમાં કિંગ ખાન આ વર્ષના ટોચના ભારતીય અભિનેતા બની ગયા છે.

શાહરૂખ ખાન આ વર્ષનો ટોપ સ્ટાર બન્યો

2023 માં બોલિવૂડના બાદશાહે બે મુખ્ય બ્લોકબસ્ટર, જવાન અને પઠાણ આપી છે. જે વિશ્વભરમાં બીજા અને ત્રીજા નંબરની સૌથી મોટી હિન્દી ફિલ્મો છે. આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી. આ ફિલ્મ પણ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા અને હવે તેનો ફાયદો કિંગ ખાનને પણ મળ્યો છે. શા

હરૂખ ખાન આ વર્ષનો ટોપ એક્ટર બની ગયો છે. શાહરૂખની બંને ફિલ્મોએ 1000 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ સિવાય હવે શાહરૂખ ખાનની બીજી મોટી ફિલ્મ ડંકી પણ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.

દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ ટોપ 3માં સ્થાન 

આ યાદીમાં શાહરૂખ ખાન નંબર 1 પર છે તો દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટે પણ ટોપ 3માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટ બીજા નંબર પર છે. અભિનેત્રીએ આ વર્ષે બે ફિલ્મો કરી, જેમાંથી એક કરણ જોહરની રોકી ઔર રાની કી પ્રેમ કહાની હતી. અભિનેત્રી હોલીવુડની હાર્ટ ઓફ સ્ટોનમાં પણ જોવા મળી હતી. 

જ્યારે દીપિકા પાદુકોણે આ યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. તે શાહરૂખ ખાન સાથે ફિલ્મ પઠાણમાં જોવા મળી હતી. આ સાથે જ યુવા અભિનેત્રી નયનતારાએ પણ આ યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

પોપ્યુલર સ્ટારની લિસ્ટમાં કિંગ ખાન પ્રથમ, ટોપ 10માં આ એકટ્રેસને મળ્યુ સ્થાન 2 - image

આ ટોચના 10 સ્ટાર્સની લિસ્ટ 

1. શાહરૂખ ખાન

2. આલિયા ભટ્ટ

3. દીપિકા પાદુકોણ

4. વામિકા ગબ્બી

5. નયનથારા

6. તમન્ના ભાટિયા

પોપ્યુલર સ્ટારની લિસ્ટમાં કિંગ ખાન પ્રથમ, ટોપ 10માં આ એકટ્રેસને મળ્યુ સ્થાન 3 - image

7. કરીના કપૂર ખાન

8. શોભિતા ધુલીપાલા

9. અક્ષય કુમાર

10. શાહિદ કપૂર


Google NewsGoogle News