Get The App

ઇલિયાનાએ બોયફ્રેન્ડનો ફોટો શેર કર્યો પણ ઓળખ ન આપી

Updated: Jul 17th, 2023


Google NewsGoogle News
ઇલિયાનાએ બોયફ્રેન્ડનો ફોટો શેર કર્યો  પણ ઓળખ ન આપી 1 - image


- અગાઉ માત્ર ઝલક જ દેખાડી હતી

- બેબી બમ્પના ફોટા મૂકતી ઇલિયાનાએ બાળકના પિતાનું નામ હજુ  આપ્યું નથી

મુંબઇ: ઇલિયાના ડી  ક્રૂઝે પહેલીવાર તેના બોયફ્રેન્ડનો ફોટો શેર કર્યો છે જોકે, હજુપણ તેણે પોતાના બોયફ્રેન્ડની વિગતો જાહેર કરી નથી. 

ઇલિયાનાએ ઇન્સ્ટા સ્ટોરીમાં પોતાની રોમેન્ટિક ડેટની તસવીરો શેર કરી છે. તે પોતાના પાર્ટનર સાથે ખુશ જણાઇ રહી છે. જોકે ઇલિયાનાએ તેના પાર્ટનરનું નામ આપ્યું નથી. તેણે તેને ટેગ પણ કર્યો નથી. ઈલિયાનાએ અગાઉ તેની બોયફ્રેન્ડની ઝલક શેર કરી હતી ત્યારે તેનો ચહેરો છૂપાવ્યો હતો. આ વખતે તેણે તેનો ચહેરો પણ પ્રગટ કરી દીધો છે. 

ઈલિયાનાએ અગાઉ પોતાની પ્રેગનન્સી જાહેર કરી સૌને ચોંકાવી દીધા હતા. તે પછી તે સતત બેબી બમ્પના ફોટા શેર કરતી રહે છે. જોકે, પોતાનાં આવનારાં સંતાનનો પિતા કોણ છે તેનું નામ તેણે ઓફિશિયલી હજૂ જાહેર કર્યું નથી. 

છેલ્લા કેટલાય સમયથી ઈલિયાનાનું નામ કેટરિનાના ભાઈ સેબસ્ટિઅન સાથે જોડાયું હતું. 


Google NewsGoogle News