માઈકલ ડોલન સાથે લગ્ન અંગે ફોડ પાડવા ઈલિયાનાનો ઈનકાર
- મારા પાર્ટનર અંગે બકવાસ કરવો નહીં
- માઈકલ ડોલન અને પુત્ર સાથે અમેરિકામાં વસવાટઃ જોકે, લગ્ન વિશે ગોળ ગોળ વાતો
મુંબઇ : ઈલિયાના ડિ ક્રુઝે વધુ એક વખત પોતાના લગ્ન અંગે કોઈ ચોક્કસ સ્પષ્ટતા કરવાનો ઈનકાર કરી દીધો છે. તેને આ વિશે પૂછાતાં તે નારાજ થઈને કહે છે કે મારા વિશે ભલે ગમે તેવી વાતો ફેલાવો પણ મારા પાર્ટનર વિશે કોઈએ બકવાસ કરવો નહીં.
ઈલિયાનાએ પહેલાં પોતાની પ્રેગનન્સી જાહેર કરી હતી. બાદમાં તેણે પોતાનો પાર્ટનર માઈકલ ડોલાન હોવાનું જાહેર કર્યું હતું. જોકે, બંનેએ લગ્ન કરી લીધાં છે કે કેમ તે વિશે સતત અટકળો સેવાય છે. આ વિશે પૂછાતાં તેણે કહ્યું હતું કે પોતે અંગત જિંદગીની અમુક બાબતોની જાહેર ચર્ચા ઈચ્છતી નથી.
ઇલિયાનાએ વધુમાં કહ્યુ ંહતુ ંકે, માઇકલ સાથેના લગ્નની વાતને મારે જાહેર કરવી નથી. હું એ રહસ્ય રાખવામાં માંગુ છું. મારી પર્સનલ લાઇફને પ્રાઇવેટ રાખવા માંગું છું. માઇકલ એક સારો પાર્ટનર છે. તે મારી પસંદ-નાપસંદને સારી રીતે જાણે છે તેમજ અમારા નવજાત શિશુને પણ સંભાળવામાં પુરી મદદ કરે છે.
ઉલ્લેખનીય છે કે, માઇકલ પહેલા ઇલિયાનાનું નામ કેટરિના કૈફના ભાઇ સાથેજોડાયું હતું. બન્ને જણા કેટરિનાના લગ્નમાં પણ સાથે જોવા મળ્યા હતા.