જેની હિંમત હોય તો સામે બોલીને બતાવો: જયા બચ્ચને ટ્રોલર્સને આપ્યો જવાબ

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News

જેની હિંમત હોય તો સામે બોલીને બતાવો: જયા બચ્ચને ટ્રોલર્સને આપ્યો જવાબ 1 - image

નવી મુંબઇ,તા. 29 ફેબ્રુઆરી 2024, ગુરુવાર 

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચન ફરી એકવાર ચર્ચામાં આવી છે. નવ્યા નવેલીના પોડકાસ્ટ શો 'વોટ ધ હેલ નવ્યા'નો નવો પ્રોમો વીડિયો સામે આવ્યો છે. જેમાં જયા બચ્ચને ટ્રોલર્સ વિશે વાત કરી હતી. નવ્યાએ 'વ્હોટ ધ હેલ નવ્યા'ના એપિસોડમાં જયા બચ્ચન અને શ્વેતા નંદા સાથે ટ્રોલ્સ અને મીમ્સની ચર્ચા કરી હતી.

આ વીડિયોમાં જયા બચ્ચન સાથે તેની દીકરી શ્વેતા બચ્ચન પણ ટ્રોલિંગ વિશે વાત કરતી જોવા મળી રહી છે. જયાની પૌત્રી નવ્યાએ જ્યારે તેની દાદીને સોશિયલ મીડિયા ટ્રોલિંગ અંગે પ્રશ્ન પૂછ્યો ત્યારે જયા બચ્ચને તેના પર નારાજગી વ્યક્ત કરી હતી.

દમ હોય તો સામે બોલીને બતાવો

નવ્યા નંદાએ વર્ષ 2022માં 'વ્હોટ ધ હેલ નવ્યા' સાથે તેનો પોડકાસ્ટ શો શરૂ કર્યો હતો. તેના પોડકાસ્ટમાં, નવ્યા દાદી જયા બચ્ચન અને માતા શ્વેતા નંદા સાથે સમાજમાં મહિલાઓને પડતી સમસ્યાઓ પર વાત કરે છે. 

નવ્યા કહે છે કે 'નેગેટિવ કોમેન્ટ પર લોકો વધુ વ્યુઝ અને કોમેન્ટ આવે છે. ' તેના પર જયા બચ્ચને કહ્યું, 'જો તમે કોમેન્ટ કરવા માંગતા હોવ તો કંઈક સકારાત્મક લખો. પણ તમે તો તમારો વર્ડીક્ટ આપી દીધો.

નવ્યા આગળ કહે છે કે 'જો આ લોકોને તમારી સામે બેસાડવામાં આવશે તો તેઓ કંઈ બોલી શકશે નહીં.' આ સાંભળીને જયા બચ્ચન કહે છે, ' જો તમારામાં હિંમત હોય તો અસલી વાત પર કોમેન્ટ કરીને બતાવો. તમારો ફેસ બતાવો.”

શ્વેતાએ પણ ટ્રોલિંગ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું કે, 'આજકાલ લોકો બીજાની સમસ્યાઓ જોઈને ખુશ થવા લાગ્યા છે, જેને schadenfreude કહેવામાં આવે છે.

થોડા દિવસો પહેલા પણ જયા બચ્ચન તેની પૌત્રી નવ્યાના શોમાં ગેસ્ટ તરીકે જોવા મળી હતી, જ્યાં તેણે 'જેન જી' ગ્રુપને ખાસ સલાહ આપી હતી. જ્યારે નવ્યાએ તેની દાદીને પ્રેમનો અર્થ પૂછ્યો, ત્યારે જયા બચ્ચને તેને 'કમ્પેટિબિલિટી, એડજસ્ટમેન્ટ અને સમજણ' કહ્યું.

 રિલેશનશિપમાં 'રેડ ફ્લેગ' શું છે? 

જયા બચ્ચને આ સવાલના જવાબમાં કહ્યું કે, “એક વસ્તુ જે મને ખરેખર નાપસંદ છે તે એ છે કે જ્યારે લોકો એકબીજાને તુ કે તુમ કહે છે. શું તમે ક્યારેય મને મારી દાદી માટે આવા શબ્દો વાપરતા સાંભળ્યા છે? આપણને આપણી મર્યાદાઓ ખબર હોવી ઈએ, જે આજની પેઢીમાં ભાગ્યે જ જોવા મળે છે. આજની યુવા પેઢી સંબંધો બાંધે છે પણ પ્રેમમાં પડતી નથી.”


Google NewsGoogle News