ઉર્વશી રૌતેલા વિશે કશું કહીશ તો પત્ની છૂટાછેડા લઈ લેશે: સાઉથના સુપરસ્ટારે કેમ કહ્યું આવું?
Image: Facebook
Daaku Maharaaj: એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને સાઉથ સુપરસ્ટાર નંદમુરી બાલકૃષ્ણનો 430 કરોડનો વિશાળ પ્રોજેક્ટ 'ડાકુ મહારાજ' 12 જાન્યુઆરી, 2025એ થિયેટર્સમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મના ગીત ફેમસ થઈ ગયા છે અને ચાહકો ઉર્વશી રૌતેલા અને નંદમુરી બાલકૃષ્ણની શાનદાર કેમેસ્ટ્રીને પડદા પર જોવા માટે આતુર હશે.
નંદમુરી બાલાકૃષ્ણએ 'ડાકુ મહારાજ' ના નિર્માતા નાગા વામસીને ઉર્વશી રૌતેલા અંગે તેનો મત પૂછ્યો તો તેણે કહ્યું, 'જો હું ઉર્વશી રૌતેલા વિશે કંઈ પણ કહીશ તો મારી પત્ની મને છુટાછેડા આપી દેશે.'
આ પણ વાંચો: સલમાન ખાનના ઘરની સુરક્ષા વધારાઈ, બાલ્કની પણ થઈ બુલેટપ્રૂફ, જુઓ VIDEO
ઉર્વશી રૌતેલા વર્તમાનમાં નંદમુરી બાલાકૃષ્ણ અને બોબી દેઓલની સાથે એનબીકે 109 ઉર્ફે ડાકુ મહારાજ, કમલ હાસન અને શંકરની સાથે ઈન્ડિયન 2, આફતાબ શિવદાસાની અને જસ્સી ગિલની સાથે કસૂર અને અન્ય પ્રોજેક્ટમાં નજર આવશે. ઉર્વશી પાસે અક્ષય કુમારની સાથે વેલકમ 3, જસ્સી ગિલની સાથે આગામી ફિલ્મ, સની દેઓલ અને સંજય દત્તની સાથે બાપ, રણદીપ હુડ્ડાની સાથે ઈન્સ્પેક્ટર અવિનાશ 2, બ્લેક રોઝ જેવા અન્ય મોટા પ્રોજેક્ટ્સ પણ સામેલ છે. આ સૌ સિવાય ઉર્વશી રૌતેલા એક આંતરરાષ્ટ્રીય મ્યુઝીક વીડિયોમાં પણ જોવા મળશે અને અભિનેત્રી આગામી બાયોપિકમાં પરવીન બાબીની ભૂમિકા પણ નિભાવશે. તેની સાથે જ તેનો જેસન ડેરુલોની સાથે એક ખૂબ જ ખાસ મ્યુઝીક વીડિયો પણ છે.