હૃતિકની ગર્લફ્રેન્ડ સબાનો ઢંગધડા વગરનો રેમ્પ ડાન્સ

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
હૃતિકની ગર્લફ્રેન્ડ સબાનો ઢંગધડા વગરનો રેમ્પ ડાન્સ 1 - image


- હૃતિકે શું જોઈને આને પસંદ કરી તેવી ટીખળ

- સબાને નથી વોક કરતાં આવડયું નથી ડાન્સ કરતાં તેવી સોશિયલ મીડિયા પર ભરપૂર ટીકા

મુંબઇ: હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ એક ફેશન શોમાં રેમ્પ પર ઢંગધડા વગરનો ડાન્સ કરતી જોવા મળતાં ભારે ટ્રોલ થઈ છે.  

સબાને લડખડાતી લડખડાતી કોઈ સ્ટેપ વગર ડાન્સ કરતી જોઈ લોકોએ ભારે ટીકાઓ કરી છે. તે વોક કરી રહી છે કે ડાન્સ કરી રહી છે કે પછી વોક કે ડાન્સ કરતાં ગબડી પડી છે અને પોતાની જાતને સંભાળવાની કોશીશ કરી રહી છે તે વિશે લોકો જાતભાતની ટિપ્પણી કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો હૃતિકની ડાન્સ સ્કિલ્સ તથા સબા આઝાદના ડાન્સને પણ સરખાવ્યાં છે અને એવો સવાલ કર્યો છે કે હૃતિ શું જોઈને આ છોકરીમાં મોહી ગયો છે તે સમજાતું નથી. 

હૃતિક તેની પૂર્વ પત્ની સુઝાન સાથે છૂટાછેડા લીધા બાદ લાંબા સમયથી સબા સાથે રિલેશનશિપમાં છે. બંને અનેક ટ્રીપ તથા કેટલાય પ્રસંગોમાં પણ સાથે સાથે જ જોવા મળે છે. જોકે, તેઓ લગ્ન ક્યારે કરશે તે અંગે અટકળો સેવાય છે. 

સબા આઝાદ હાલમાં કેટલીક ઓટીટી સીરીઝમાં જોવા મળી છે. જોકે, સુઝાન સાથે તેની કોઈ રીતે સરખામણી શક્ય નથી તેવી ટિપ્પણી  હૃતિકના ચાહકો અવારનવાર કરતા હોય છે. 


Google NewsGoogle News