જો કોઈ યુવતી ના નથી કહી શકતી તો...: કાસ્ટિંગ કાઉચ પર બોલ્યો ઈમ્તિયાઝ અલી
Image: Facebook
Imtiaz Alis Comments on Casting Couch: બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચનું ચલણ દાયકા જૂનું છે. ઘણી વખત એક્ટર કે એક્ટ્રેસ આ વિશે શૉકિંગ ખુલાસા કરે છે. પ્રોડ્યૂસર-ડાયરેક્ટર કે એક્ટર પર ફિલ્મોમાં કામ અપાવવાના બહાને લોકોનો ફાયદો ઉઠાવવાની વાત કહેવામાં આવે છે. જેના કારણે ખૂબ બદનામી પણ થાય છે. આ સમગ્ર મામલે ફિલ્મ મેકર ઈમ્તિયાઝ અલીએ પોતાનો મત રજૂ કર્યો છે. ઈમ્તિયાઝે કાસ્ટિંગ કાઉચને લઈને કહ્યું, 'આ એટલું લાભદાયી નથી. હું પણ આવા ઘણા કિસ્સા સાંભળું છું જ્યાં લોકોના મનમાં કામના બદલે કૉમ્પ્રોમાઈઝનો ડર બેસેલો છે પરંતુ જ્યાં સુધી હું જાણુ છું, આ હેલ્પ કરતો નથી.'
કૉમ્પ્રોમાઈઝ કરવાનો ફાયદો નથી
ઈમ્તિયાઝે કહ્યું, 'હું 15-20 વર્ષથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટર છું. કાસ્ટિંગ કાઉચ વિશે મે પણ ખૂબ સાંભળ્યું છે અથવા તો કોઈ યુવતી આવે છે કામ માટે અને તેને ડર લાગે છે. જો કોઈ યુવતી ના નથી કહી શકતી તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના ચાન્સ વધતાં નથી. એવું નથી કે જે યુવતી કૉમ્પ્રોમાઈઝ કરી લેશે તેને તે રોલ પાક્કો મળી જશે. શોષણ કરનારા ઘણા બધા હશે. જો કોઈ યુવતી ના કહી શકે છે, પોતાની ઈજ્જત કરે છે તો જ કોઈ બીજો માણસ પણ તેની ઈજ્જત કરશે કારણ કે હું અને ઘણા બધા લોકો એવું પણ વિચારે છે કે શું આપણે આ વ્યક્તિને ગંભીરતાથી લઈ રહ્યાં છીએ કે નહીં. શું મારા મનમાં તે માણસ માટે રિસ્પેક્ટ છે જેથી હું તેને કાસ્ટ કરી શકું. આ એક ગેરસમજણ છે કે જો તમે કૉમ્પ્રોમાઈઝ કરશો તો તમારા ચાન્સ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધી જશે. મે આના કરતાં ઊંધુ જોયુ છે. જે કૉમ્પ્રોમાઈઝ કરે છે તે પોતાના કરિયરને પણ કૉમ્પ્રોમાઈઝ કરી દે છે.
આ પણ વાંચો: એશ્વર્યા-અભિષેકના છૂટાછેડાની અફવા વચ્ચે અમિતાભની પોસ્ટ, ગુસ્સો પણ ઠાલવ્યો
જ્યારે લાઈટમેન્સથી ઘેરાઈ કરીના
ઈમ્તિયાઝે સેટ પર વુમન સેફ્ટીને લઈને પણ વાત કરી. આ દરમિયાન તેણે કરીના કપૂરનો પણ ઉલ્લેખ કર્યો અને ઉદાહરણ આપતાં સમજાવ્યું કે 'જબ વી મેટના સેટ પર તે બિલકુલ સેફ હતી. મારી એક જર્ની રહી છે. મે સ્મોલ ટાઉન, લાર્જ ટાઉનમાં પણ કામ કર્યું છે. મે થિયેટર પણ કર્યું છે, પછી હું મૂવીઝમાં આવ્યો. મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેવું પોતાની મહિલાઓ સાથે વર્તન કરે છે તે ખૂબ પ્રશંસનીય છે. જો એક ફિલ્મ યુનિટમાં 200 લોકો કામ કરે છે તો તે ખૂબ સેફ હોય છે. હું તમને મારી ફિલ્મનું ઉદાહરણ આપીને સમજાવું છું. એક સીન હતો જ્યાં કરીના ઉપરની બર્થ પર સૂતેલી છે પરંતુ સીન શરૂ થયા પહેલા લાઈટમેન કહે છે કે અહીં વધુ લાઈટની જરૂર પડશે તો મે કરીનાને કહ્યું કે તમે અહીં આવી જાવ, જ્યારે કામ પૂરું થઈ જાય ત્યાં પાછા સૂઈ જજો. બધાં જાણે છે કે કરીના ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિકરી છે, તે એક સ્ટારકિડ છે. તેણે આ બધું જોયેલું છે. તેને કદાચ ફિલ્મ એથિક્સ વિશે મારા કરતાં પણ વધુ ખબર છે. તો તેણે કહ્યું કે ના, ના તેમને આવવા દો પોતાનું કામ કરવા દો, લાઈટ સેટ કરવા દો, તમે પડદા લગાવી દો. હવે ત્રણ માણસ ત્યાં કામ કરી રહ્યાં છે, પડદા લાગેલા છે અને કરીના સૂતેલી છે. હું પૂછી રહ્યો છું કરીના તમે શ્યોર છો? પરંતુ કરીના મારો પોઈન્ટ સમજી રહી નથી, તે કમ્ફર્ટેબલ છે. તેણે કહ્યું કોણ વારંવાર ઉતરશે-ચઢશે હું અહીં જ ઠીક છું. હું શોક થઈ ગયો હતો.' ઈમ્તિયાઝના જણાવ્યા અનુસાર એવા ઘણા કિસ્સા છે જ્યાં એ સાબિત થાય છે કે કોઈને કોઈ તકલીફ નથી. બધાં આરામથી કામ કરી રહ્યાં છે.