Get The App

આતંકીઓના હિન્દુ નામ રખાતાં આ નવી વેબ સિરીઝ વિવાદોમાં ફસાઈ, ભાજપે કહ્યું- બહિષ્કાર કરીશું

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
આતંકીઓના હિન્દુ નામ રખાતાં આ નવી વેબ સિરીઝ વિવાદોમાં ફસાઈ, ભાજપે કહ્યું- બહિષ્કાર કરીશું 1 - image


Image Source: X

IC 814 Kandhar Hijack: વર્ષ 1999ના કંધાર પ્લેન હાઈજેક પર બનેલી 'આઈસી 814: ધ કંધાર હાઈજેક' (IC 814 The Kandahar Hijack) ફિલ્મ પર ઘમાસાણ શરૂ થઈ ગયું છે. ફિલ્મમાં આતંકવાદીઓના હિન્દુ નામ રખાતાં આ ફિલ્મ વિવાદમાં આવી ગઈ છે. ભાજપે તેના પર સવાલ ઉઠાવ્યા છે.

આતંકીઓના હિન્દુ નામ, ફિલ્મના બહિષ્કારની માગ

ભાજપે કહ્યું કે, ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હાએ આ બધુ જાણી જોઈને કર્યું છે. ભાજપ નેતા અમિત માલવિયાએ કહ્યું કે, આતંકવાદીઓની મુસ્લિમ ઓળખ હિન્દુ નામોથી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે આ ફિલ્મનો બહિષ્કાર થવો જોઈએ. અમિત માલવિયાએ આઘળ કહ્યું કે, જેમણે IC-814 હાઈજેક કર્યું તે ખૂંખાર આતંકવાદીઓ હતા અને તેમણે પોતાની મુસ્લિમ ઓળખ છુપાવવા માટે ઉપનામોનો ઉપયોગ કર્યો હતો. ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હાએ બિન-મુસ્લિમ નામો આગળ કરીને તેના ગુનાહિત ઈરાદાઓને કાયદેસર બનાવી દીધા છે. દાયકાઓ બાદ લોકો વિચારશે કે હિંદુઓએ IC-814 હાઈજેક કર્યું.

લેફ્ટનો છે આ એજન્ડા

માલવિયાએ કહ્યું કે, પાકિસ્તાની આતંકવાદીઓના ગુનાઓને ધોવા માટે લેફ્ટનો આ એજન્ડા છે. આ સિનેમાની શક્તિ છે જેનો કમ્યુનિસ્ટ 70ના દાયકાથી આક્રમક રીતે ઉપયોગ કરી રહ્યા છે. 

પાંચ આતંકવાદીઓએ પ્લેન હાઈજેક કર્યું હતું

24 ડિસેમ્બર 1999ના રોજ 176 પેસેન્જર્સ સાથે ઉડાન ભરનાર ઈન્ડિયન એરલાઈન્સનું વિમાન IC-814ને કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટથી નવી દિલ્હી જવાનું હતું. આ વચ્ચે ટેક ઓફ કરતી વખતે આ પ્લેનને હાઈજેક કરી લેવામાં આવ્યું હતું.

આ વિમાનને પાંચ આતંકવાદીઓએ હાઈજેક કર્યું હતું. આ આતંકવાદીઓ વિમાનને અમૃતસર, લાહોર, દુબઈ થઈને કંધાર લઈ જાય છે. સાત દિવસ સુધી આ હાઈજેકની ઘટના ચાલી હતી. 

આતંકવાદીઓના સાચા નામ

જે પાંચ આતંકવાદીઓએ પ્લેન હાઈજેક કર્યું હતું તે તમામ મુસ્લિમ હતા. જેમના નામ ઈબ્રાહિમ અખ્તર, શાહિદ અખ્તર, સન્ની અહેમદ, ઝહૂર મિસ્ત્રી અને શાકિર હતા. જો કે આ ફિલ્મમાં આ આતંકવાદીઓના નામ બદલીને ભોલા અને શંકર રાખવામાં આવ્યા છે. આ મુદ્દે જ વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મના બહિષ્કારની માગ ઉઠી રહી છે. 

ફિલ્મમાં એક્ટર વિજય વર્માએ કેપ્ટન દેવી શરણનું પાત્ર ભજવ્યું છે, જે પ્લેન હાઈજેક દરમિયાન પાયલટ છે. નેટફ્લિક્સ પર આ સીરિઝની સ્ટ્રીમિંગ શરૂ થઈ ચૂકી છે. 

ફિલ્મ ડાયરેક્ટરની સ્પષ્ટતા

આતંકવાદીઓના નામ બદલીને હિન્દુ નામ રાખવા પર ફિલ્મ સીરિઝના ડાયરેક્ટર મુકેશ છાબડાએ દાવો કર્યો કે, આ ઘટનામાં સામેલ આતંકવાદીઓએ એક-બીજાના અલગ-અલગ નામો એટલે કે, નકલી નામનો ઉપયોગ કર્યો હતો. આ સીરિઝને તૈયાર કરવા માટે ખૂબ રિસર્ચ કરવામાં આવ્યું છે. 


Google NewsGoogle News