ઈબ્રાહિમ અને પલક સાથે ન્યૂ યર મનાવી પરત ફર્યાં
- બંનેએ એરપોર્ટ પર ચહેરા છૂપાવ્યા
- થોડા દિવસો પહેલાં શ્વેતા તિવારીએ પલકનાં અફેરની અફવાઓને હસી કાઢી હતી
મુંબઇ : પલક તિવારી અને ઇબ્રાહિમ અલી ખાન પહેલી જાન્યુઆરીની મોડી રાતના મુંબઇ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે ગોગલ્સ પહેર્યા હતા અને એરપોર્ટ પર તેમણે પાપારાઝીઓથી ચહેરો છુપાવવાના પ્રયાસ કર્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો છે.
ઇબ્રાહિમ અલી ખાન અને પલક નવા વરસની ઉજવણી કરવા માટે ગોવા ગયા હતા. ત્યાંથી મુંબઇ પાછા આવ્યા ત્યારે એરપોર્ટ પર પાપારાઝીઓએ તેમની તસવીરો લીધી હતી.
પલક અને ઇબ્રાહિમ જાહેરમાં સાથે જ જોવા મળતા હોય છે. જોકે તેઓ તેમની વચ્ચે કોઇ અફેર ન હોવાની તેમજ ખાસ મિત્રો હોવાનું જણાવે છે. હજુ થોડા દિવસો પહેલાં પલકની માતા શ્વેતા તિવારીએ પલકનાં અફેરની અફવાઓને હસી કાઢતાં કહ્યું હતું કે સોશિયલ મીડિયા પરથી મને લાગે છે કે આજકાલ દર બીજા -ત્રીજા છોકરા સાથે પલકનું અફેર ચાલે છે.