કરણ જોહરની નવી ફિલ્મમાં ઈબ્રાહિમ અને ખુશીની જોડી
- નેપોટિઝમના આક્ષેપો છતાં પણ નિર્ણય
- ખુશીની વધુ એક ફિલ્મ થિયેટરને બદલે સીધી ઓટીટી પર રીલીઝ થશે
મુંબઇ : માત્ર નેપોકિડ્ઝ માટે જ ફિલ્મો બનવવાના આક્ષેપોને અવગણીને કરણ જોહરે વધુ બે નેપો કિડઝ ઈબ્રાહિમ અલી ખાન તથા ખુશી કપૂરની જોડી સાથે એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે.
આ ફિલ્મ સીધી ઓટીટી પર રીલીઝ થશે. મતલબ કે ખુશી કપૂરની બીજી ફિલ્મ સતત ડિજિટલ પ્લેટફોર્મ પર જ આવશે. તાજેતરમાં તેની 'આર્ચીઝ' પણ સીધી ઓટીટી પર જ રીલીઝ થઈ છે. ખુશીએ બોલીવૂડમાં મોટા પડદાના મોટા પ્રોજેક્ટ માટે હજુ લાંબી રાહ જોવી પડે તેવી શક્યતા છે.
કરણની નવી ફિલ્મ એક રોમાન્ટિક કોમેડી હશે. 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના આસિસ્ટન્ટ શૌના ગોતમ આ ફિલ્મનું દિગ્દર્શન કરશે.
કરમ જોહરને લાગે છે કે, ફિલ્મની વાર્તાનો પ્લોટ રૂપેરી કરતાં ડિજટલ પ્લેટફોર્મ માટે વધુ યોગ્ય છે. તેથી ઓટીટી પ્લેટફોર્મને ધ્યાનમાં રાખીને જ આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવશે.
સૈફ અલીના પુત્ર ઈબ્રાહિમની 'સરજમીન ' હજુ રીલીઝ થઈ નથી. તેમ છતાં પણ તેને એક પછી એક ફિલ્મો મળી રહી છે. ખુશી કપૂરની 'આર્ચીઝ'માં તેના કૃત્રિમ ગેટઅપ અને શુષ્ક એક્ટિંગની બહુ જ ટીકાઓ થઈ છે.